________________
[૧૯.૩] સિદ્ધ ભગવાન
૩૫૯
દાદાશ્રી : એ દૃશ્યો ને જ્ઞેયોના આધારે છે. આત્મા એ પોતે જ્ઞાતા
:
દ્રષ્ટા છે ને સુખ દશ્યો ને જ્ઞેયોના આધારે છે. બાકી પોતે તો નિરાલંબ છે, તેને આધાર શો ?
સિદ્ધોતી અવસ્થાઓ ફર્યા કરે, સવારે વધે તે રાત્રે ઓછી થાય પ્રશ્નકર્તા ઃ સિદ્ધ અને સંસારી જીવો એ બન્ને સમસત્તાવાન છે ?
:
દાદાશ્રી : દ્રવ્ય-ગુણ-પર્યાયે એક જ છે. એ સમસત્તાવાન દેહનો ભાર રહ્યોને એટલે સત્તાપણે છે અને સિદ્ધોને તે પ્રગટપણે છે.
સિદ્ધ ભગવાનને અનંતા જ્ઞેયો દેખાય છે અને આ સંસારીઓને પાંચ-પચાસ કે બસ્સો-પાંચસો જ્ઞેયો દેખાય છે.
પ્રશ્નકર્તા : એ ત્યાં જે સિદ્ધો હોય, એ આપણને જોતા હોય અહીંયા ?
દાદાશ્રી : અત્યારે ત્યાં આગળ સિદ્ધગતિમાં બેઠેલા છે સિદ્ધો, તેમની અવસ્થાઓય બદલાયા કરે છે. વસ્તુતાએ સિદ્ધ છે. સિદ્ધ આત્મા અને મૂળ ગુણોમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખધામ એ બધું. એના ગુણ છે એ કાયમના છે અને અવસ્થા નિરંતર ફર્યા કરે છે. તે આ મેં હાથ ઊંચો કર્યો એ એમના જ્ઞાનમાં દેખાયું. આ પેલાએ ઊંચો કર્યો તેય દેખાયું, ઊંચો નહોતો કર્યો તેય દેખાતું હતું, અત્યારે મેં ઊંચાનીચો કર્યો તેય દેખાયું એમ દેખાવામાં ફેર પડ્યા કરે છે. દેખાવાની અવસ્થાઓ બદલાયા કરે છે.
કોઈ નાચતું હોય તો એમને નાચવા સાથે લેવાદેવા નથી. એ જીવો શું કરી રહ્યા છે તે જુએ. આ દૃશ્ય શું કરી રહ્યું છે તે જુએ, આ જ્ઞેય શું કરી રહ્યું છે તે જાણે.
આત્માને અવસ્થાઓ છે. અનંત અવસ્થાઓ છે. અનંતા જ્ઞેયોને
જાણવામાં પરિણમેલી અનંત અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. ભગવાન કહે છે, જેટલા તત્ત્વો છે તે બધાનેય અવસ્થાઓ હોય. જો અવસ્થા ન હોય તો તે તત્ત્વ નહીં. આત્માની અનંત અવસ્થાઓ છે. દહાડે અહીં