________________
૩૩૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા : જો આપણે ભાવ કરીએ તો ગતિસહાયક તત્ત્વ અને સ્થિતિસહાયક તત્ત્વ આપણને મદદ કરે ખરા હજી પણ ?
દાદાશ્રી : હં.
પ્રશ્નકર્તા તો આપણે જે કંઈ કરવું છે, તે એમની મદદથી જ થઈ શકે ? આપણે મોક્ષે જવું છે તો એ ગતિસહાયક અને સ્થિતિસહાયક તત્ત્વની મદદ કેવી રીતે લેવાની ?
દાદાશ્રી : ઉપયોગ થઈ જ રહેવાનો. આ તમે ઘેરથી અહીં આવ્યા, એ તમારા ભાવ પૂર્વે કરેલા. અત્યારે તમે નવા કરતા નથી. એ તો પૂર્વે ભાવ કરેલા છે, એ ઉદયમાં આવ્યા. એટલે એ બધું ડિસ્ચાર્જ કર્મ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બેઉ ડિસ્ચાર્જ કર્મ છે. નવા કર્મ બાંધે ત્યારે એ પાછા નવેસરથી કરવા પડે. એટલે સુધી કે ઠેઠ મોશે પહોંચાડતા સુધી એ ડિસ્ચાર્જ.
પ્રશ્નકર્તા: હું એ જ પૂછું છું કે મોક્ષે જવા માટે એ હેલ્પફુલ ખરા કે નહીં ?
દાદાશ્રી : એ ઠેઠ મોશે પહોંચાડે ત્યારે એ ડિસ્ચાર્જ પૂરું થાય. પ્રશ્નકર્તા : મોક્ષે જવા માટે એનો કઈ રીતે ઉપયોગ કરવો ? દાદાશ્રી : આપણે ઉપયોગ નહીં કરવાનો, એ તો એ પોતે જ લઈ
જાય.
પ્રશ્નકર્તા: દાદા, એ જે તત્ત્વો છે એનો અમલ ઑટોમેટિક જ થાય છે ને ?
દાદાશ્રી : એ ઑટોમેટિક જ. પ્રશ્નકર્તા : પણ ભાવ તો કરવો પડે ?
દાદાશ્રી : ભાવ પહેલા કરેલા, તેનું ફળ આવ્યું આ. નવું કરવાનું નહીં આપણે. ઠેઠ મોશે પહોંચાડે ત્યારે પછી એનું કાર્ય પૂરું થાય.