________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા ઃ હવે એ કેવળીઓ, તીર્થંકરો જે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને આ પૃથ્વી ઉપરથી મોક્ષે ગયા, એ આત્માઓ જે મોક્ષે ગયા, એને ગતિસહાયક તત્ત્વનો મહીં ટેકો મળ્યો હશેને ?
૩૪૦
દાદાશ્રી : એ ગતિસહાયક જે તત્ત્વ છે, તે એનું ડિસ્ચાર્જ કર્મ મહીં તૈયાર જ છે. તે એને ઉપર લઈ જાય છે, બસ. એમાં પોતાનું કર્તાપણું
નથી.
મોક્ષે જતી વખતે આત્મા સાથે મુખ્ય બે જ વસ્તુ જાય. આત્મા શુદ્ધ ચોખ્ખ ચોખ્ખો ને ગતિસહાયક ગુણ તેને લઈ જાય. સ્થિતિસહાયક ગુણના આધારે સ્થિર થઈ જાય. પછી બન્નેવ ગુણ ચાલ્યા જાય. પછી તે પોતે જુએ અને જાણે ને પરમાનંદ માણે.
પૂર્વ પ્રયોગના ડિસ્ચાર્જથી ગતિ-સ્થિતિ પહોંચાડે મોક્ષે
એટલે શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું કે ‘પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો.’
એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બધા આ પૂર્વપ્રયોગ એટલે ચાર્જ થયેલું છે. માટે આ ડિસ્ચાર્જથી ત્યાં મોક્ષમાં પહોંચાડી દે છે. અત્યારના કર્તાપદથી આ નથી. પહેલા ચાર્જ થયું છે એ ડિસ્ચાર્જ થાય છે. કો'ક કહેશે, ‘ભઈ, ઊર્ધ્વગમન શા આધારે થયું ? એ પોતાની શક્તિથી કર્યું આમ ?’ ત્યારે કહે, ‘ના, એ હોય નહીં કશું.’ વ્યવહાર નિર્માલ્ય છે. એટલે પહેલાનું ચાર્જ થયેલું, તે આ છેલ્લું ડિસ્ચાર્જ થઈ મૂકી દે ઠેઠ. આપણને ત્યાં સિદ્ધક્ષેત્રમાં ઠેઠ મૂકે. એટલું જ નહીં પણ અહીં આગળ આવો છો ને ફરો છો ને, એ પૂર્વપ્રયોગાદિ યોગથી. એ આપણો પૂર્વપ્રયોગ અહીં લાવે છે અને ‘એમનો’ પૂર્વપ્રયોગ ત્યાં સિદ્ધક્ષેત્રમાં લઈ જાય, કારણ કે બાકી રહ્યું નહીંને હવે !
આપણે આવવા-જવાનું પૂર્વપ્રયોગાદિ કારણથી ચાલે છે. પૂર્વપ્રયોગાદિ કારણ તે અને નવા પૂર્વપ્રયોગી તૈયાર થઈ ગયા છે. પછી આગળ જોઈશે ને ? એમ કરતા કરતા જે છેલ્લું પૂર્વપ્રયોગ તે ઠેઠ પહોંચાડી દે ઉપર સિદ્ધગતિમાં. કોણે પહોંચાડ્યા તમને ? એ આત્માને કેવી રીતે ઉપર લઈ