________________
[૧૯.૨] સિદ્ધક્ષેત્ર
૩૪૭
કરવા. આ બહુ મોટી વસ્તુ છે. આજે આપણને મહીં શું સુખ વર્તે છે એ જોવું, વિચારવું. સિદ્ધશિલા એ બહુ જુદી વસ્તુ છે. હેય... એવડી મોટી સિદ્ધગતિ છે. અનંતા જીવો મોક્ષ પામેલા છે અને પાછા બધા જુદા જુદા. અસ્તિત્વ જુદા જુદા રૂપે છે બધા ને પોતાનું સુખ અનુભવી રહ્યા છે. એટલું સમજવું કે બધાનું સુખ સ્વતંત્ર છે. બધા જીવો ત્યાં સ્વતંત્ર છે. બધા જે ગયાને, મહાવીર મહાવીરના સુખમાં છે અને શાંતિનાથ શાંતિનાથના સુખમાં, નેમિનાથ નેમિનાથના સુખમાં. પોતપોતાના સુખમાં સિદ્ધગતિમાં જ બેઠેલા છે.
એને આપણે અત્યારે શી રીતે સમજી શકશો એ કહો. એ છે તે વર્ણન થઈ શકે એવું નથી અને શબ્દો નથી એના માટે વર્ણનના. એ અમને દર્શનમાં દેખાય છે. કેટલીક વસ્તુઓ દર્શનમાં આવે.