________________
૩૪૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા : બધાને સુખ સરખું જ છે ને ત્યાં ?
:
દાદાશ્રી : બધાને સુખ સરખું જ. વસ્તુત્વના ભાનમાં તો પરમાનંદ પુષ્કળ રહ્યા કરે. એ પૂર્ણત્વની દશામાં જ છે.
કેવળ સ્થિતિ રાખે શુદ્ધ ઉપયોગ, સ્વાભાવિક દશા સિદ્ધતી
પ્રશ્નકર્તા : પૂર્ણત્વ દશા એટલે એ જ કેવળ સ્થિતિને ?
દાદાશ્રી : કેવળ સ્થિતિ તો અહીંથી થાય. કેવળ થયા તો ત્યાં આગળ તે સિદ્ધ થાય. ત્યાં તો કેવળ સ્થિતિ કહેવાય નહીં, સિદ્ધ કહેવાય અને અહીં આગળ કેવળ કહેવાય. દેહધારી હોયને ત્યારે કેવળ કહેવાય.
અહીં હોય ત્યાં સુધી કેવળજ્ઞાન કહેવાય. છૂટ્યા પછી ના કહેવાય. છૂટા પડે પછી શી રીતે કહેવાય ?
પ્રશ્નકર્તા ઃ બરોબર છે.
:
દાદાશ્રી : હા, આટલા સંજોગોમાંય કેવળજ્ઞાનમાં જ રહે છે આ. પ્રશ્નકર્તા : જે સંયોગો છે એ કેવળીને અસર નથી કરતાને ?
દાદાશ્રી : એ અસર કરે પણ કેવળજ્ઞાનની સત્તા એવી છે, એ કેવળજ્ઞાનની સત્તા જે રહીને, તે શુદ્ધ ઉપયોગ રાખે. એના શુદ્ધ ઉપયોગમાં એટલું બધું બળ છે કે ગમે તેવા સંયોગ હોય તો એને વાંધો ના આવે. પણ છતાં સંયોગ એ દબાણ છે, એ નુકસાનહેતુ ત્રાસકારક છે એટલે. એ સંયોગ એમને ગમતા નથી પણ બહુ શુદ્ધ ઉપયોગ રાખવો પડે છે અને પછી છેવટે પોતાને સિદ્ધદશા ઉત્પન્ન થાય છે. ત્યાં શુદ્ધ ઉપયોગ સહેજે રહે. ખરેખર શુદ્ધ ઉપયોગ જ નહીં, એમને એમ સ્વાભાવિક દશા. સિદ્ધદશા એટલે સ્વાભાવિક દશા છે અને અહીં શુદ્ધ ઉપયોગ રાખવો પડે.
કેમ આટલો બધો મોટો પ્રશ્ન પૂછયો ?
પ્રશ્નકર્તા ઃ ના, આજે સહજ.
દાદાશ્રી : કોઈ ત્યાં જઈને પાછું આવ્યું ? આવા વિકલ્પો બહુ ના