________________
[૧૯.૩] સિદ્ધ ભગવાન
શુદ્ધાત્માથી શરૂ, સિદ્ધ પૂરું પ્રશ્નકર્તા શુદ્ધાત્મા ને સિદ્ધાત્મામાં શો ફેર ?
દાદાશ્રી : એકમાં ગાડી ઉપડી રહી છે ને એકમાં ગાડી પહોંચી ગઈ છે, એના જેવું છે.
પ્રશ્નકર્તા એટલે કોઈ કાળે આ શુદ્ધાત્મા સિદ્ધક્ષેત્રમાં હતો નહીં એવું થયું ?
દાદાશ્રી : કોઈ કાળે નહોતો, કોઈ કાળે સિદ્ધક્ષેત્રમાં હતો જ નહીં. આ જ્યારે જશે ત્યારે જ પછી આદિ અનંત છે. સંસારી દેવાથી રહિત પણ શરીરનો બોજો કેવળજ્ઞાતીને પ્રશ્નકર્તા ઃ તીર્થકર ભગવાનપદ અને સિદ્ધપદમાં શો ફેર રહ્યો? દાદાશ્રી : એ જ ને, ખોખું છે ત્યાં સુધી ભગવાનપદ.
સિદ્ધ ભગવંત એટલે દેવાથી બિલકુલ રહિત થઈ ગયેલા. સંસારી દેવું, સંસાર રોગથી બિલકુલ રહિત થઈ ગયેલા. અને તીર્થકર ભગવાનને શરીરનો બોજો એકલો છે. અંદરથી સંસાર રોગથી રહિત થઈ ગયા પણ શરીરનો બોજો છે. સિદ્ધ ભગવાનને બોજો પણ ના હોય. અને પંચ