________________
[૧૯.૨] સિદ્ધક્ષેત્ર
૩૩૫
તોય પણ અગ્નિ એને અડે નહીં. એટલો બધો આત્મા સૂક્ષ્મતમ છે કે આ ડુંગર હોયને, ડુંગરની આરપાર ચાલ્યો જાય.
પ્રશ્નકર્તા: આ રોકે છે, એવું લખે છે ને, એ ટુ થર્ડ પ્રમાણ જ કેમ લખ્યું એમને?
દાદાશ્રી : પ્રમાણ બરોબર છે. પ્રશ્નકર્તા : વિરોધાભાસ ઊભો થાય.
દાદાશ્રી : ના, વિરોધાભાસ નથી થતો. સમજવામાં ભૂલ છે આ, લખેલું બરોબર છે.
પ્રશ્નકર્તા: આત્માને તો પ્રમાણ જ નથીને ! એને કોઈ ડાઈમેન્શન જ નથી.
દાદાશ્રી : હા, પ્રમાણ નથી. એ તો સમજાવવા જાય છે. પ્રમાણ નથી એટલે એવું નહીં, એ સમજાવવા જાય છે. ટુ થર્ડ આમાંનું રહે છે, બીજો બધો જે આકાશભાગ નીકળી જાય છે એમ કહે છે.
પ્રશ્નકર્તા ઃ શરીરમાંથી નીકળી જાય ?
દાદાશ્રી : હાસ્તોને. શરીરમાં પોલો ભાગ નીકળી જાય. એટલે આવો આમ હતો, તે ટુ થર્ડ થઈ જાય એવું કહેવા જાય છે, પણ એનો અર્થ તમારે તમારી ભાષામાં લઈ ના જવો. ભગવાનની ભાષામાં સમજવો જોઈએ.
આકાશનું અવલંબત નિરાલંબી આત્મા કેમ લે?
એ આત્મા સિદ્ધગતિમાં સ્પેસ રોકે ? એ તો અવલંબન લીધું કહેવાય. સ્પેસ-એસ નહીં, અનઅવગાહક. એ અવગાહના રહી નથી એને.
આત્મા નિરાલંબી છે, કોઈ જ વસ્તુની એને જરૂર હોતી નથી. નિરાલંબ એટલે કોઈની જરૂર નહીં.
પ્રશ્નકર્તા ઃ બીજી બાજુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધાથી પર છે.