________________
[૧૯.૨] સિદ્ધક્ષેત્ર
૩૩૧
પ્રશ્નકર્તા ઃ એટલે આ જે એકદમ ઘન કહે છે. અહીંયા, તે એકદમ સોલિડ થઈ જાય એવું ?
દાદાશ્રી : હંઅ, જે પોલો ભાગ છે ને આપણી અંદર.... પ્રશ્નકર્તા એ બધો નીકળી જાય. દાદાશ્રી : વન થર્ડ નીકળી જાય.
પ્રશ્નકર્તા એટલે પછી એ સ્વરૂપ રહે. પોલો ભાગ બધો નીકળી જાય અને જે રહે એને અવગાહના કહે ?
દાદાશ્રી : ના, અવગાહના તો જગ્યા રોકે છે તે ભાગને. આ બધી ઝીણી વાતો છે. એટલે હું તને વાત કરુંને, તે તને પહોંચે નહીં. કારણ કે એને માટે શબ્દ નથી હોતા.
આત્માનું સ્વરૂપ અઅવગાહક, ત જરૂર આકાશતી
પ્રશ્નકર્તા: અણુ-પરમાણુ જગ્યા રોકે છે, તો એવી રીતે સિદ્ધક્ષેત્રમાં આત્મા પણ જગ્યા રોકતો હોય ?
દાદાશ્રી : આત્મા જગ્યા રોકતો નથી, અનઅવગાહક. જેનું સ્વરૂપ છે અનૂઅવગાહક.
સિદ્ધક્ષેત્રમાં આત્મા એકલો જ અને આકાશ. તેય આત્માને આકાશ હોતું નથી. અનઅવગાહના હોય છે. એટલે આત્મા આકાશ રોતો નથી.
આકાશનેય એ પોતે ઉપકારમાં રહ્યો નથી. કારણ કે એને જરૂર નથી પડતી આકાશની. આ ચીજને આકાશની જરૂર પડે. આત્મા અનુઅવગાહક છે. અવગાહનાની જરૂર જ નથી, નહીં તો પરાવલંબી કહેવાય. એ બિલકુલ સ્વતંત્ર છે. ભગવાન સ્વતંત્ર હોય બધાથી.
ન રોકે જગ્યા, જુદો પડી જાય આકાશથી પ્રશ્નકર્તા : પણ આત્માની સાથે અવકાશ તો ખરું જ ને ? આકાશ એ તો આત્મા દ્રવ્યની સાથે રહેલું જ છે ને? એને જુદું પાડી નહીં શકાયને?