________________
[૧૯.૨] સિદ્ધક્ષેત્ર
૩૨૭
પ્રશ્નકર્તા ઃ એ સિદ્ધ હોય એમનીય એટલી જ હોયને ?
દાદાશ્રી : એવી જ હોય. જે દેહે નિર્વાણ થયું તેની ૨/૩ તેટલી જ જગ્યા. સુખમાં ફેર નહીં કોઈ જાતનો, સુખ સરખું બધાનું.
પ્રશ્નકર્તા ઃ સિદ્ધના પણ ભાગ તો ખરાને ?
દાદાશ્રી : ના, સિદ્ધના કોઈ ભાગ નહીં. સિદ્ધો સરખા છે, એક સરખા, એમાં ભાગ–બાગ ના હોય.
પ્રશ્નકર્તા: જેમ માણસોને ગ્રેડેશન આપે કે સજ્જન હોય, દુર્જન હોય એવું પછી કે સિદ્ધ પણ ઊંચા પ્રકારના હોય, એથી ઊંચા પ્રકારના હોય, એવા હોયને સિદ્ધો પણ?
દાદાશ્રી : ના, સિદ્ધ તો એક જ પ્રકારના હોય. એ તો ઊંચા-નીચા બાવા, બાવા સિદ્ધ હોય ખરા. પણ હિમાલયનો બાવો હોય, તો એનાથી ઊંચો સિદ્ધ. પેલો એનાથી ઊંચો સિદ્ધ, પણ લૌકિક સિદ્ધ. સિદ્ધલોક એટલે મુક્તિમાં, મોક્ષમાં રહેનારા માણસો. જે સંસાર સિદ્ધ કરી અને મુક્તિ કરીને ગયા એને સિદ્ધલોક કહેવાય. સિદ્ધાંતો અરૂપી-નિરાકારી આકાર, ન સમજાય બુદ્ધિથી પ્રશ્નકર્તા સિદ્ધોના આત્માનો આકાર કેવો છે ?
દાદાશ્રી: એનો આકાર જ હોતો નથી. આકાર તો આ છેલ્લો દેહ છે ને, એનો અમુક ભાગ ઓછો થઈને પછી એનો ત્યાં ને ત્યાં જ હોય છે સ્થિર આકાર. એ નિરાકારીની વસ્તુ છે.
અત્યારે એનું સ્વરૂપ તમને બુદ્ધિથી સમજવા જાવ તો ના સમજાય. જ્યાં સુધી બુદ્ધિ હોય ત્યાં સુધી એ સ્વરૂપ સમજાય જ નહીં, જ્ઞાનથી સમજાય. બુદ્ધિ હોય ત્યાં સુધી અહંકાર હોય ને અહંકાર હોય ત્યાં સુધી સમજાય નહીં.
પ્રશ્નકર્તા : પણ જીવ સાવ નિરાકાર થઈ ગયો, પછી ક્યાં એને કાંઈ હોય ?