________________
[૧૯.૨] સિદ્ધક્ષેત્ર
૩૨૧
આત્મા. બુદ્ધિગમ્યથી ઊતરે એવું નથી આ. હું તમને કહેવા જાઉને, તોયે પહોંચે નહીં. એ જ્ઞાનમાં તમને દેખાવું જોઈએ. આપણે જાણવાની જરૂરેય નથી એવું.
પ્રશ્નકર્તા ઃ એ તો જશું એટલે ખબર પડશે ને ? દાદાશ્રી : ત્યારે જ ખબર પડેને ! જાણીને શું કામ છે ?
સિદ્ધક્ષેત્રે અનંતા સિદ્ધો, નિરાલંબ સ્થિતિમાં પ્રશ્નકર્તા છતાં દાદા, અમને સમજાય એવું કહોને ?
દાદાશ્રી : સ્વતંત્ર રહેવાની જગ્યા છે ને સિદ્ધલોકની. સિદ્ધલોકનું સિદ્ધ સ્થાન છે, સિદ્ધક્ષેત્ર છે આખું. તે આ અનંતા સિદ્ધો ત્યાં આગળ કાયમને માટે રહેવાના. નિરાલંબ સ્થિતિ, કોઈ અવલંબન નહીં. એને ટાઢ ના વાય, તડકો ના લાગે. કારણ કે બૉડી હોય તો ઈફેક્ટ હોયને ? બૉડી નહીં, મન નહીં, વાણી નહીં. અને એમને શરીર હોય નહીં એટલે કશું જોઈએ નહીં, કોઈ ચીજ જોઈએ નહીં.
- સિદ્ધલોક એ કશું કરે નહીં, કશું ખોળે નહીં, કશું ધોળે નહીં. એ સિદ્ધલોક, અને મહીં બેઠા છે એ ભગવાન. આ શરીર-બરીર એવું કશું હોય નહીં, પ્રકાશરૂપી શરીર હોય. એમને દુઃખ ના હોય ત્યાં જરાય. નર્યું સુખ, સુખ ને સુખ. સિદ્ધક્ષેત્રે પહોંચ્યા પછી, મુક્તિ બીજા તત્ત્વોની પકડથી
પ્રશ્નકર્તા : સિદ્ધલોકમાં પહોંચી ગયેલો આત્મા પાછો સૃષ્ટિ ઉપર ના આવે ?
દાદાશ્રી : ના, એ તો એની જગ્યા છે, એવું ક્ષેત્ર છે કે જ્યાં જે આત્મા નિર્મળ, ચોખ્ખા થઈ ગયા, સંસારથી મુક્ત થઈ ગયા, હવે બીજા તત્ત્વોની પકડમાં છે નહીં. બીજા તત્ત્વોની પકડમાં ક્યાં સુધી છે? તો કહે,
જ્યાં સુધી અહીંયા આગળ આ દશામાં છે તો બીજા તત્ત્વ એને ફરી વળીને પણ પકડમાં રાખે છે. એ પોતાને ખ્યાલ થઈ ગયો કે હું આ જ છું. એટલે