________________
[૧૯.૨] સિદ્ધક્ષેત્ર
૩૨૩
બધો આ પુગલનો જે બંધ તે તૂટી ગયો, સંપૂર્ણ. ને બધા કર્મમાંથી છૂટી જાય કે પછી ત્યાં સિદ્ધક્ષેત્ર જઈને ઊભો રહે. એટલે આત્યંતિક મુક્તિ થયા પછી ત્યાં સિદ્ધક્ષેત્રમાં જાય. પછી નિરંતર સુખમાં જ રહેવાનું પોતપોતાના, નિરંતર સનાતન સુખમાં જ. કારણ કે પુદ્ગલ હોય નહીં. એટલે દુઃખ હોય નહીં. પુદ્ગલ છે ત્યાં સુધી દુઃખ છે.
એક પણ સંજોગોની વળગણા ના હોય ને એને કર્મ વળગે જ નહીં કોઈ દહાડોય. જેને વળગણા કોઈ પણ પ્રકારની હોય નહીં, તેને કોઈ પણ પ્રકારનો એવો કર્મોનો હિસાબ નથી કે એને કર્મ વળગે. અત્યારે સિદ્ધગતિમાં જે સિદ્ધ ભગવંતો છે, એમને કોઈ જાતના કર્મ વળગે નહીં. વળગણા ખલાસ થઈ ગઈ કે વળગે નહીં.
પરમેનન્ટ, કાયમને માટે ત્યાં ને ત્યાં જ. બહારનું તો કશું લેવાનું જ નહીં. લીધા વગર જ સુખ ઉત્પન્ન થાય અંદર. નર્યો આનંદ જ હોય. બસ જોવું-જાણવું અને આનંદમાં રહેવું એ જ કામ.
આ ક્ષેત્ર સંયોગોને લઈને, દબાણને લઈને આત્માને ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે અને જ્યાં સંયોગો જ નથી, ત્યાં ભ્રાંતિ ઉત્પન્ન થવાનું કોઈ કારણ નથી એવું સિદ્ધક્ષેત્ર. જે અહીં સિદ્ધ થઈ ગયા છે ને, તે જગ્યાએ સંયોગો ભેગા થતા નથી. તો ભ્રાંતિ ઉત્પન્ન થવાનું કારણ નથી અને એ શેય-જ્ઞાતા સંબંધમાં રહી શકે છે. સંયોગો સ્પર્શ કરે ત્યારે એ થાય. ત્યાં આગળ એવા સંયોગ સ્પર્શ નથી કોઈ જાતના.
પરમાણુ તા જડે સિદ્ધક્ષેત્રે પ્રશ્નકર્તા : સિદ્ધગતિએ ગયો એ આત્મા તો ફરી એ વધઘટમાં આવવાનો જ નહીં ?
દાદાશ્રી: ના, એનું કશું થવાનું જ નહીં. એને ફરી ચોંટે નહીં હવે, કારણ ત્યાં આ પરમાણું નથી. એટલે પરમાણુ ભેગા થાય તો ફરી અસર થાય.
પ્રશ્નકર્તા : ત્યાં સિદ્ધક્ષેત્રમાં પરમાણુ નથી ?