________________
૨૫૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
એક મરતો માણસ હોય, એનો આત્મા અહીં પણ હોય અને જ્યાં આગળ જન્મ થવાનો છે, ત્યાં ગર્ભમાં પણ આવેલો હોય એટલો લંબાય છે. અહીંથી ખસે એટલે ત્યાં પહોંચી જાય પાછો. અનંત પ્રદેશી આત્મા છે પણ સ્વભાવે એક જ પદાર્થ છે. એટલે પ્રદેશ જુદા પાડી શકે એમ નથી. અનંત પ્રદેશી એટલે બહુ લાંબા થાય, છેક અમેરિકા સુધી, એ તો હિસાબમાં જ ના કહેવાય ને ! પ્રદેશો નીકળે બહાર અજ્ઞાતીતે કષાયમાં, જ્ઞાતીને જ્ઞાતમાં
પ્રશ્નકર્તા : શરીર છોડ્યા સિવાય આત્માના પ્રદેશોની બહાર નીકળવું શક્ય છે ?
દાદાશ્રી : નીકળે બહાર. માણસ ગુસ્સે થાય, ત્યારે આ આત્માના પ્રદેશો નીકળે ત્યારે આમ આમ થાય, નહીં તો થાય નહીં કશું. આ પગ ધ્રુજેને ત્યારે જાણવું કે આત્માના પ્રદેશો નીકળવા માંડ્યા. આત્માના પ્રદેશો બહાર નીકળી જાય, આ સહન ના કરી શકે. તમે જોયેલું આમ આમ કરે ? ગુસ્સે થાય ત્યારે આમ આમ થયેલા માણસો નહીં જોયેલા ?
પ્રશ્નકર્તા: હા, એ થાય, ઘણું બધું થાય, ધ્રુજે.
દાદાશ્રી : આવું કરે એટલે તે ઘડીએ આત્માના પ્રદેશો બહાર નીકળે.
બીજું જ્ઞાનીનો (આહારક) દેહ બહાર નીકળે. તે તો અહીંથી ખભા પાસેથી નીકળે અને ત્યાં આગળ સીમંધર સ્વામીની પાસે પૂછીને પછી પાછો આવી જાય.
પ્રશ્નકર્તા : બન્ને ખભામાંથી ?
દાદાશ્રી : એક જ. બીજા કોઈને ના નીકળે. આ બધા કષાય, એ અજ્ઞાનીને છે તે ક્રોધ-માન-માયા-લોભમાં નીકળે. તે આમ ધ્રૂજે. પોતાની ઈચ્છા ના હોય કે ધ્રૂજવું છે, તોય એ ધ્રૂજે જ. જોયેલું નહીં એવું?
પ્રશ્નકર્તા : હા, એ જોયેલું.