________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
કર્મોનું સાધન. આ કીડી બહુ દંશીલી હોય. એ બધા નાના-નાના જીવડાં બધા ડંખીલા બહુ હોય અને હાથી એવો દંશીલો ના હોય.
૨૭૮
જ્યાં સુધી દેહધારી છે, જ્યાં સુધી સંસારદશા છે ત્યાં સુધી સંકોચવિકાસનું સાધન છે અને સંસારદશા ખલાસ થઈ ગઈ, એટલે એક જ સ્વરૂપ. પછી મનુષ્યના જે દેહે છુટકારો થયો એ પ્રમાણ દેહનું માપ રહે, પછી એ સંકોચ-વિકાસ નહીં.
સિદ્ધક્ષેત્રમાં પરિણામ, છેલ્લા દેહતા ભાજત પ્રમાણે
પ્રશ્નકર્તા : આત્મા ભાજનના આધારે સંકોચ-વિકાસ પામે છે, પણ ભાજન જ ના હોય તો ?
દાદાશ્રી : ભાજન ના હોય તો આખાય લોકમાં પ્રકાશે અને સિદ્ધક્ષેત્રમાં તો એ જે ભાજનમાંથી મુક્ત થયો, તો તે ભાજનના પ્રમાણમાં હોય.
પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્રમાં ભાજન પ્રમાણે આત્મા હોય છે ?
દાદાશ્રી : એ છેલ્લા દેહના ભાજન પ્રમાણે હોય. છેલ્લો દેહ જે આકારનો હોય, તેનાથી થોડોક જ ઓછો હોય. માત્ર શરીરમાં જેટલો અવકાશ છે તેટલો સંકોચાઈ જાય છે. પછી તો જે છેલ્લા દેહે જે પ્રાપ્ત થયુંને, એ દેહનું પરિમાણ રહે છે ત્યાં.
પ્રશ્નકર્તા : છેલ્લા દેહનું ?
દાદાશ્રી : હા, તે ઋષભદેવનું જોયું હોય તો કેવડું મોટું અને આ નાનું-નાનું ! જે દેહે એનો મોક્ષ થયો, તે દેહના પરિમાણ હોય.
પ્રશ્નકર્તા : એટલે સિદ્ધગતિમાં એ પરિમાણમાં હોય.
દાદાશ્રી હા.
આત્મા કરતા આકાશ તત્ત્વ મોટું
પ્રશ્નકર્તા : આ વિકાસ થયો ને આ સંકોચ થયો, તો આ બહારની જે સ્પેસ છે, તે આત્મા કરતા મોટી થઈ ના કહેવાય ?