________________
[૧૯]
સિદ્ધ ભગવંત-સિદ્ધક્ષેત્ર
[૧૯.૧]
જીવતી દશાતા ભાંગા
ચાર ભાંગા : એક ભટકવાનો, ત્રણ છૂટવાતા
ભગવાને જીવની દશાના ચાર ભાગ પાડ્યા છે. ૧) અનાદિ અનંત. અનાદિ છે તે અનંત કાળ સુધી ભટકવાના છે. આમાંથી છૂટવાના રસ્તા છે, એ ત્રણ ભાંગા છે. ૨) અનાદિ સાંત ૩) સાદિ સાંત ૪) સાદિ અનંત.
પ્રશ્નકર્તા ઃ અનાદિ અનંતના જીવો કયા ?
દાદાશ્રી : અનાદિ અનંતમાં, આખું જગત એમાં જ છે. આમાંથી જો કદી જ્ઞાની પુરુષ મળી જાય, સગવડ મળી જાય તો અનાદિ સાંત થાય. અનાદિનો તો છે જ પણ અંત આવશે એનો. એ દશાનો અંત આવશે. મિથ્યાત્વ દશાનો અંત આવશે એટલે અનાદિ સાંત અને પછી એ દશા અંત આવ્યા પછી ત્યારે કહેશે, સાદિ સાંતમાં આવ્યો. સમ્યક્ત્વ એટલે સાચી સમજણની શરૂઆત થઈ ગઈ. અને તે સાચી સમજણનો અંત આવ્યો, સાદિ સાંત એનો અંત આવ્યો અને ફુલ લાઈટ થયું એ સાદિ અનંત.