________________
[૧૮] મોક્ષ
૩૦૫
દાદાશ્રી : ક્યારેય એવું બનવાનું નથી અને એવું કશી ભાંજગડ રાખવાની જરૂર નથી. એવી ઈચ્છા કરવાની જરૂર નથી. એ એના પ્રવાહરૂપે જ વહ્યા કરે છે મોક્ષમાર્ગમાં. જેમ નદી વહ્યા કરે છે ને ? નદી તો અટકી જાય ચાર દહાડા પછી અને આ નિરંતર પ્રવાહ ચાલુ જ રહે, તે પાછો કાયદેસર. વ્યવસ્થિત એવો પ્રવાહ ચાલુ રહે, વધ નહીં, ઘટ નહીં.
આ જગત આવું ને આવું અનાદિ છે, અને અનંત સુધી રહેશે. કંઈ ફેરફાર થવાનું નથી. એટલે અહીંથી જેટલા જીવો મોક્ષે જાય છે, આ દુનિયામાંથી, એટલા જીવો બીજામાંથી અહીં આવે છે. એટલે આ વ્યવહાર રાશિ સરખી ને સરખી રહે છે.
પ્રશ્નકર્તા ઃ વ્યવહાર રાશિમાંથી આત્માઓ મોક્ષમાં જાયને, તો એની વધઘટ થાય ?
દાદાશ્રી : વધઘટ ના થાય. કારણ કે મોક્ષમાં છે તે અનંત છે. વ્યવહારમાં છે તે સંખ્યાત છે. અસંખ્યાત, સંખ્યાત બધું વ્યવહારમાં છે. અને જે વ્યવહારની ઉપર છે, અવ્યવહાર રાશિના, તે અનંત છે પાછા. અનંતમાંથી વધતું-ઓછું થાય નહીં. ઓછું થાય તોયે અનંત, વધે તોયે અનંત.
પ્રશ્નકર્તા તો મોક્ષ મળ્યા પછી નિગોદમાં વેઈટિંગમાં આવવું નહીં પડે ને
દાદાશ્રી : ના, પોતાના સ્વભાવમાં આવી ગયો. આ તો જગતના છ તત્ત્વો છે. એમાં આત્મા એક ચેતન તત્ત્વ છે. એ પોતાના સ્વભાવમાં અહીંયા આગળ આવી ગયો, કે મોક્ષે જાય. જો મા-છોક્ટો સરખી ઉંમરના થાય, તો બધા મોક્ષે જાય
પ્રશ્નકર્તા : આત્મામાં તો જ્ઞાન છે, તો ધીમે ધીમે એ કક્ષા તો બધાની આવે જ ને, કે મોક્ષે જઈ શકીએ ?
દાદાશ્રી : કક્ષા પણ આવે જ છે. આવે જ છે કક્ષામાં ને મોક્ષે જઈ રહ્યા છે. પણ તું એમ કહું કે આખા જગતના બધા આત્માઓ જો મોક્ષ