________________
૩૦૯
[૧૮] મોક્ષ કહો એટલું, બધાયે બધા ગોડાઉન ખાલી કરીશું' એમ કહે છે ને પાછો. કારણ કે સમસરણ માર્ગનું જે આવરણ છે તે તોડીને થઈ ગયો છૂટો. રહ્યું શું? ત્યારે કહે, ગોડાઉનમાં માલ-સ્ટોક છે તે. ત્યારે કહે, તે વાંધો નહીં. બધી ફાઈલો હું સમભાવે નિકાલ કરી નાખીશ. કહે છે. કહે છે ને, નથી કહેતા?
એટલે આ જુદો માર્ગ છે, દર્શન-જ્ઞાન-ચારિત્ર, ને પેલું ક્રમિક માર્ગ જ્ઞાન-દર્શન-ચારિત્ર. જ્ઞાન-દર્શન-ચારિત્ર એટલે શાસ્ત્રો વાંચો અને તેમાંથી તે તમને સમજણ પડે, તે દર્શનમાં આવે તો મોક્ષ ભણી લઈ જશે અને દર્શનમાં ના આવ્યું તો સંસારમાં ભટકાવશે પાછું. જે જ્ઞાન દર્શનમાં આવશે તે જ મોક્ષ ભણી લઈ જશે. એટલે જ્ઞાનમાંથી દર્શન ઉત્પન્ન થશે. જ્યારે આપણે અહીં દર્શન પહેલું આપી દે છે. પછી જ્ઞાન ને પછી ચારિત્ર. એટલે માર્ગ બેઉ જુદા છે. આ દર્શન-જ્ઞાન-ચારિત્ર, પેલું જ્ઞાન-દર્શન ને ચારિત્ર.
સમસરણ આવરણ ન તૂટતા, ઊભા થયા કરે તવા કર્મો પ્રશ્નકર્તા: સમસરણ માર્ગના આવરણ વિશે વધારે પ્રકાશ પાડશો?
દાદાશ્રી: બે જાતના આવરણ : એક ક્રિયાના આવરણ છે અને બીજું સમસરણ માર્ગનું આવરણ છે. સમસરણ માર્ગનું આવરણ એટલે શું કહેવા માગીએ છીએ, કે અગિયારમા માઈલમાં જુદી જાતનું આવરણ હોય, સાડા અગિયારમા માઈલમાં જુદી જાતનું આવરણ હોય. સમસરણ માર્ગ આખો છે, એમાં ફર્સ્ટ માઈલમાં આવરણ જુદી જાતનું. તેનાં ફર્લાગે-ફર્લાગે, અરે, પગલે-પગલે આવરણ જુદી જાતના હોય. એ બધી જ જુદી જુદી શ્રેણી. ગયા અવતારે જે જોયેલું તે જ્ઞાન અને તે મન સ્વરૂપે હાજર છે અને આજે નવું આ જ્ઞાન જુદું જોઈએ છીએ. એટલે પાછલું જ્ઞાન એને આજ મૂંઝવે છે. આજનું જ્ઞાન એને એડજસ્ટ થઈ શકતું નથી.
ક્રમિક માર્ગમાં માલ ખપાવી ખપાવીને આગળ જવાનું, ત્યારે કહે, કોઈકે બધો માલ ખપાવી દીધો તો ?” તોય ભગવાને કહ્યું, “સમસરણ આવરણ જ્યાં સુધી છે, ત્યાં સુધી ગમે તેટલા ખપાવ્યા હશે તોય ઊભા થશે.” શાનું આવરણ છે ? સમસરણ માર્ગનું આવરણ. ભગવાને શું કહ્યું કે “સમસરણ માર્ગનું આવરણ તૂટે અને કર્મ ખપે તો મોક્ષ થાય.” સમસરણ