________________
[૧૮] મોક્ષ
૩૦૩ આવડતું હોય તો કામનું છે. દેહના માલિક ના હોય તો ચાલે, નહીં તો માલિકીપણું હોય તો ચાલે જ નહીંને ! ટેન્શન ના થાય, એક પણ ટેન્શન ના થાય ત્યારે. બુદ્ધિ હોય નહીં એ. આ બધું જાય ત્યાર પછી રાગે પડી જાય. અહીં જ મુક્તિ થઈ જાય પહેલી.
લાઈનબંધ જઈ રહ્યા છે મોક્ષ, ઊંધી દાનતે રખડી મરે
પ્રશ્નકર્તા : દરેક જીવમાં આત્મા છે અને આત્માનો સ્વભાવ એ મોક્ષ છે. એટલે દરેક જીવનો મોક્ષ થવો જોઈએ તો એમાં ફરક કેમ ? કોઈની વહેલી, કોઈની મોડી મુક્તિ એવું કેમ છે? મોક્ષ એટલે આત્માની જ મુક્તિને ?
દાદાશ્રી : આપણે સ્કૂલમાં સો છોકરાં હોય, તે લાઈન નીકળે તો સૌથી પહેલો, પહેલો નીકળે પછી બીજો એવી રીતે નીકળેને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એવી રીતે આ નીકળે છે. આખી લાઈન જયા કરે (જાય) છે, લાઈન તૂટ્યા વગર. એમાં વહેલું-મોડું ક્યાં આવ્યું? અને પહેલેથી લાઈન લાગી ને લાઈનમાં નીકળે માણસ, એ રીતે આ મોક્ષ થઈ રહ્યો છે, લાઈનબંધ.
પ્રશ્નકર્તા : કોઈના લાખો અવતાર પણ નીકળી જાયને ?
દાદાશ્રી: તે ભલે, તોયે છે તે લાઈનની લિંક ચાલુ. બીજો આગળ આવી જાય, પેલો રખડી મરે. કારણ કે ઊંધું-ચતું કરવાની દાનત છે ને, એટલે રખડી મરે. કારણ કે સ્વતંત્ર છે ને છૂટ છે. તારે જે ભાવ કરવા હોય તે કર.
પ્રવાહરૂપે વહી રહ્યા છે, છેવટે મોક્ષમાં થાય સ્થિર પ્રશ્નકર્તા ઃ લાઈનબંધ જઈ રહ્યા છે મોક્ષે એ વધુ સમજાવશો.
દાદાશ્રી : આ સંસાર સ્થિર રૂપે નથી. પ્રવાહરૂપે છે, જેમ એકસો આઠ પોલીસવાળા માણસો હોય, અથવા તો એકસો આઠ પાંચ-પાંચ, છછ પોલીસોની એક લાઈન આપણી આગળ આમ જતી રહેલી જોઈએ છીએ, પાણી વહે એવી રીતે. પાણી વહેને એવી રીતે વહ્યા જ કરે. પાંચ