________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : ક્ષેત્ર એકલું જ જુદું. ભાવ-બાવ હોય નહીં, ભાવ એક જ. અને જો એવું ના હોયને તો અહીંથી ત્યાં દીવો છે ને, તે મહીં દીવામાં દીવો ભેગો થઈ ગયો તો મોક્ષે જનારને શું લાભ એમાં ? આ તો પોતે પોતાનો લાભ લ્યો. હા, અને બધાય દીવા એક જ દીવો ગણાય છે.
પ્રશ્નકર્તા : અસ્તિત્વ જુદું હોવા છતાંય એક ગણાય ?
દાદાશ્રી : હા, જુદું હોવા છતાંય એક ગણાય. દરેકનો ભાવ એક પ્રકારનો ત્યાં આગળ. અહીંયા ક્ષેત્ર ફેર પડે એટલે ભાવ બદલાય છે. ક્ષેત્ર ફેરફાર અને દ્રવ્ય ફેરફાર છે. ત્યાં પેલું દ્રવ્ય એક થઈ ગયું એટલે ભાવ એક થઈ ગયો. દ્રવ્ય એક થઈ ગયું છે, જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાનમાં.
મોક્ષ એ પૂર્ણાહુતિ, ત્યાં દરેક આત્મા સ્વતંત્ર પરમાનંદ સ્થિતિમાં
એટલે મોક્ષમાં સ્વતંત્ર પ્રત્યેક જુદા જુદા આત્મા છેલ્લા દેહે નિર્વાણ પામે ત્યાર પછી સિદ્ધગતિમાં, સિદ્ધસ્થાનમાં નિરંતર રહે છે. ત્યાં આગળ બિલકુલ કોઈ બૉસ નહીં, અંડરહેન્ડ નહીં. કોઈની જોડે સમાઈ જવાનું નહીં. પોતાના પરમાનંદમાં જ રહેવાનું, નિરંતર પરમાનંદમાં. દરેકને માટે એમ જ છે અને એને માટે જ લોકોને ત્યાં જવાની લાલચ છે.
૩૦૨
પ્રશ્નકર્તા : તો મોક્ષ જે છે એ આ બધાથી જુદી સ્થિતિ પછી ? દાદાશ્રી : આ બધાથી છેટું, આ બધાથી જુદો એનું નામ મોક્ષ અને આ બધાથી જુદો એનું નામ આત્મા. આ તો બધી આત્માની સ્થિતિઓ છે, એના પર્યાય છે.
પ્રશ્નકર્તા : મોક્ષની ઉપર એ કોઈ કક્ષા ખરી ?
:
દાદાશ્રી : પૂર્ણાહુતિ, સંપૂર્ણ, પરિપૂર્ણ.
પ્રશ્નકર્તા ઃ એ કેવી રીતે કહી શકો ?
:
દાદાશ્રી : હું પોતે થયો છું ને ! હું પરિપૂર્ણ થયો જ છું ને ! તે
હું વ્યવહારથી થયો છું. આ દેહ છૂટે એટલી જ વાર છે. અત્યારે મુક્ત થઈ ગયો છું. એ અનુભવમાં હોવું જોઈએ બધું. દેહથી છૂટાપણું રહેતા
એ