________________
૩૦૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
કરે છે કે જગત વહેતું છે. અને વહેતું છે માટે જ્યાં તમે છો ત્યાં એ ક્ષેત્રમાં બીજો નથી અને તમારા ક્ષેત્રમાં બીજો જ્યારે આવે છે ત્યારે કાળ બદલાય છે. એટલે આ દેહ, આકાર, પુણ્ય ને પાપ બધું જુદું જુદું હોય છે, પણ બધા આત્મસ્વરૂપે એક હોય છે.
જીવોમાં ભિન્નતા, કાળ અને સ્પેસતા હિસાબે પ્રશ્નકર્તા: બધાનો કાળ જુદો જુદો છે એટલે એની અવસ્થાઓ જુદી જુદી. એટલે આપણને આ વેરાયટિઝ બધું લાગે છે નહિતર દરેક જીવ એ એકસરખી જ અવસ્થાઓમાંથી પસાર થાય છે એવું હોય તો બંધબેસતું થાય.
દાદાશ્રી : હા, હા, પણ એવું જ છે ને ! એવું આ પ્રવાહ રૂપે છે. એ એકસો આઠનો પ્રવાહ ચાલ્યો. બીજો પાછો પાછળ ચાલ્યો.
પ્રશ્નકર્તા : પણ એ બધા પછી છે ને. એ એકસો આઠ. અત્યારે એવા કેટલાય જીવો છે અહીં મનુષ્ય ભવમાં, આપણે સમજીએ કે જે જુદા જુદા સમયે બહાર આવેલા છે. જેથી એમની અવસ્થાઓ જુદી જુદી છે.
દાદાશ્રી : જુદી જુદી છે, હા.
પ્રશ્નકર્તા: એટલે આપણને આ બધું વિચિત્ર લાગે છે. કોઈ ગરીબ, કોઈ પૈસાવાળો. પણ હરેક જીવ કોઈ કાળે ગરીબ હોય જ અને કોઈ કાળે પૈસાદાર હોય જ.
દાદાશ્રી : હં..હં.
પ્રશ્નકર્તા અને કોઈ કાળે જૈન ધર્મમાં આવતો જ હશે, કોઈ કાળે મોક્ષે જતો જ હશે. એકસો આઠ જીવ જે હશે, એમની બધી અવસ્થાઓ સરખી રહેતી હશે ?
દાદાશ્રી: અવસ્થાઓ તો એવું છે ને કે આ જે અવસ્થાઓ છે ને, બધી ઓળંગવી પડે છે એને. એટલે બધામાંથી અનુભવ લેવો પડે ત્યારે મોક્ષ થાય છે. એને પોતાને ખાતરી થાય કે આમાં સુખ નથી.
પ્રશ્નકર્તા: પણ દરેક જીવને એકસરખો જ કરવો પડે અનુભવ?