________________
[૧૬] સંકોચ-વિકાસશીલ
૨૮૭
સ્વભાવ આત્માતો, વ્યવસ્થિતતી કરામતથી થાય ઊભું પ્રશ્નકર્તા એમાં થોડો પણ વ્યવસ્થિતનો હિસ્સો ખરો ?
દાદાશ્રી: ખરોને હિસ્સો ! વ્યવસ્થિત એ તો, પોતાના તાબામાં કશું છે નહીં. વ્યવસ્થિતનો જ ધક્કો છે આ બધો. પણ વ્યવસ્થિત કંઈ સ્વતંત્ર નથી, વ્યવસ્થિત કોઈનું બનાવેલું છે. આપણે જે આ ભ્રાંતિથી બોલીએ છીએ કે મેં કર્યું, તેના ઉપરથી વ્યવસ્થિત ઉત્પન્ન થાય છે. એ ફીડ (કારણ)
આપણે જે ભ્રાંતિથી ભાવ કહીએ છીએ, વ્યવસ્થિતમાં એ છે કે ફીડ છે. જેમ મોટું કોમ્યુટર હોયને તેનું ફીડ હોયને એક બાજુ, એ ફીડ અહીંથી થાય છે અને પેલી બાજુ જે રૂપક આવે છે. વર્તનમાં આવે છે, તે એનું પરિણામ છે.
પ્રશ્નકર્તા : એટલે વ્યવસ્થિત ત્યાં સુધી પહોંચેલું ? એટલે આત્મામાંથી સંજ્ઞા થઈ, એ ત્યાં સુધી વ્યવસ્થિત પહોંચેલું ?
દાદાશ્રી : ઠેઠ સુધી આત્માની, આજુબાજુનો બધો ભાગ જ વ્યવસ્થિત બહાર પાડે છે. આત્મા પોતે કર્તા છે જ નહીં, સંજોગો બધું આ કરે છે. સંજોગોને લઈને એને પોતાને દબાણ આવે તેને લીધે હલનચલન (કંપાયમાન) થાય, તેને લઈને આ બધું ઊભું થાય છે. એટલે સંકોચવિકાસવાળો છે આત્મા.