________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
મનુષ્યોને કે કોઈ પણ જીવને નુકસાનકારક વિચાર કર્યો કે કોઈને કિંચિત્માત્ર દુ:ખદાયી થાય એવો વિચાર પણ કર્યો એટલે વજનદાર પરમાણુ ચોંટ્યા. એટલે વજનદાર થયો, એ પછી નીચે લઈ જાય અને દુનિયાને સારું કરવાના વિચાર થાય તો હલકા પરમાણુ ચોંટે, તો ઉપર લઈ
જાય.
૨૯૪
ઑટોમેટિક મુક્તિ, પૌદ્ગલિક ભાવથી મુક્ત થયે
પ્રશ્નકર્તા : મોક્ષમાં જવાવાળો જીવ અને આ અત્યારે આખું બ્રહ્માંડ જીવોથી ભરેલું છે, તો ત્યાં જવા માટે શું કરીએ તો... ?
દાદાશ્રી : તમારે કશું કરવું જ ના પડે. એ સ્વભાવથી જ તમને લઈ જાય. જો આ બધા કર્મ છૂટી ગયાને, તો આત્માનો સ્વભાવ ઊર્ધ્વગામી છે. પણ પુદ્ગલ એને અધોગામી કરે છે. પુદ્ગલ વળગીને એને નીચું લઈ જાય છે. આ બેના ઝઘડામાં જ્યારે એ પુદ્ગલનો ભાવ તૂટી જાય છે, ઑટોમેટિકલી ત્યાં સિદ્ધક્ષેત્રે પહોંચી જાય છે.
ત્યારે
તેથી આપણે કહીએને, કર્મથી મુક્તિ લઈ લો. તે પણ જ્ઞાની મળે તો જ છૂટાય, નહીં તો ક્યારેય ના છૂટાય.
એટલે જ્ઞાની પાસેથી શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ જાય એટલે પછી પુદ્ગલ ખેંચ ઓછી થઈ જાય છે. ત્યાં સુધી બધું નડવાનું. કાળ, કર્મ, માયા બધું ત્યાં સુધી નડે.
સિદ્ધગતિમાં કોણ નથી જવા દેતું ? ત્યારે કહે, આ પુદ્ગલનું વજન નહીં જવા દેતું. જેમ પેલું તુંબડું હોય એને પાણીમાં દબાવી રાખીએ નીચે ને પછી છોડી દઈએ તો ઉપર જતું રહે. એવી રીતે અહીં આત્મા જો કદી પુદ્ગલ ના હોય ને શુદ્ધ થઈ જાય, એટલે ઉપર જતો રહે.
એના સ્વભાવથી અને ધર્માસ્તિકાયતી મદદથી પહોંચશે મોક્ષે
પ્રશ્નકર્તા : એટલે હવે આ શરી૨ જ્યારે છૂટી જશે અને મોક્ષ થશે બીજા જન્મે કે ગમે ત્યારે, તે વખત આત્મા કેવી રીતે વિચરશે બધે ?