________________
૨૮૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી: ના, એવું છે ને, કપાઈ જાય તો આ શરીરમાં જે કપાય છે ને, એ ભાગમાં આત્મા જ નથી હોતો. કપાય છે તે આત્મા જ નથી હોતો. આપણે અહીંથી આમ કાપીએ તો શું થાય ? કશું મૂકી દઈએ કાપવાનું, એટલે અજવાળું પાછું સંકોચ થાય જેટલી જગ્યા રહીને એટલામાં કપાઈ ગયું એટલો ભાગ, પગ આખો કપાઈ ગયો તો એમાંથી સંકોચ થઈને બીજામાં જાય. એટલે પછી આવડો ટુકડો નીકળી જાય તો એને વાંધો જ નહીંને ! એટલે કોઈ દહાડોય આત્મા કપાતો નથી.
જીવનો સ્વભાવ કેવો છે ? આત્માનો સ્વભાવ કેવો છે કે સંકોચ થઈ જવો. તે હમણાં હાથ કાપી નાખે તો સંકોચ થઈ જાય, પગ કાપી નાખે તો સંકોચ થઈ જાય.
આત્મા તો કપાતાની સાથે જ એ જુદો પડે જ નહીં, સંકોચ થઈ જાય. બે હાથ કપાયા તો સંકોચાય, બે પગ કપાયા તો સંકોચાય. આત્માના ટુકડો થાય નહીં.
આપણો હાથ કાપી નાખેને, એટલે આ કપાયેલા હાથમાં જીવ ના હોય. પછી આટલામાં જ હોય. જીવનો સ્વભાવ શું? સંકોચાઈ જવું. કંઈક આફત આવે તો સંકોચાઈ જાય.
પ્રશ્નકર્તા એટલે મૂળ તો હૃદયમાં હશેને? આત્માનું મૂળ હૃદયમાં હોય તો જ ત્યાં આગળ ઈન્દ્રિયો કપાઈ જાય ?
દાદાશ્રી : ના, એવું નહીં. એનું મૂળેય નહીં ને એનું કશુંય નહીં. પ્રશ્નકર્તા ઃ તો સંકોચાય કેમ ? કેવી રીતે સંકોચાય ?
દાદાશ્રી : એ બેઉ એને આમ ચોખ્ખા ને ચોખ્ખા જ. આ લાઈટ હોય, તે આખા રૂમમાં ફેલાયેલું છે, અને પછી ઘડામાં પરોવી દઈએ તો ? એટલામાં સંકોચાઈ જાય. એવી રીતે આત્માનો સંકોચ થઈ જાય છે. જેટલો ઘડો હોય એટલું એનું સંકોચ થઈ જાય. ફક્ત આ લાઈટમાં ને એ લાઈટમાં ફેર એટલો છે કે આ ઘડામાં છે તે જાડું લાઈટ દેખાય ને પેલા (રૂમ)માં પાતળું દેખાય અને પેલું એક જ સરખું હોય.