________________
૨૮૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા ઃ તો બે જગ્યાએ રહી શકે ?
દાદાશ્રી : હા, અહીંથી જ્યાં જવાનું હોય ત્યાં સુધી એટલો ખેંચાય. પછી ત્યાં મહીં પેસવાની શરૂઆત થઈ હોય અને અહીંથી બહાર નીકળતો જતો હોય. જેમ સાપ અહીં દરમાંથી નીકળતો હોય તો એક બાજુ બહારેય હોય ને બીજો ભાગ અંદરેય હોય, એના જેવી વાત છે આ.
સંકોચ-વિકાસતી જબરજસ્ત શક્તિ વર્ણવે જ્ઞાતી
હા, એટલી સંકોચ-વિકાસની એનામાં શક્તિ છે. આત્મા (વ્યવહાર આત્મા)ની પોતાની સ્વાભાવિક શક્તિ એટલે અહીં પણ હોઈ શકે ને દિલ્હીમાં જો જન્મ થયો એટલે યોનિમાં પ્રવેશ કરે, ખાલી પ્રવેશ, આખો નહીં. ત્યાંય આખો નહીં ને અહીંય આખો નહીં.
પ્રશ્નકર્તા : થોડો અહીંયા ને થોડો ત્યાં.
દાદાશ્રી : અહીંથી છૂટ્યો નથી ને ત્યાં પ્રવેશ કર્યો હોય. પ્રશ્નકર્તા : આત્માનો કેટલો એક્સટેન્ડ થઈ શકે ?
દાદાશ્રી : સંકોચ-વિકાસ જે એની શક્તિ છે, જબરજસ્ત શક્તિ છે. તે ત્યાં પણ હોય ને અહીં પણ હોય. અને એવું દરેક કેસમાં નથી હોતું કે જઈને તરત જ દાખલ થઈ જાય. પણ કોઈક કેસમાં આવું પણ બને કે અહીં પણ હોય. તપાસનાર હોયને, કે તે અહીં જીવ દાખલ થયો તેવું સમજાય એને અને અહીંથી છૂટો ના થયો એવુંય સમજાય.
હાથ કપાય, પક્ષાઘાત થાય ત્યાંથી સંકોચાઈ જાય
પ્રશ્નકર્તા ઃ આત્મા શરીરમાં સર્વવ્યાપક છે તો કોઈને લકવો થઈ ગયો હોય, અંગ જૂઠું પડી ગયું હોય, બહેરું થઈ ગયું હોય, તો પછી ત્યાંથી આત્મા ક્યાં જતો હશે ?
દાદાશ્રી : જ્યાં બ્લડ (લોહી) ફરી શકે નહીં, ત્યાંથી આત્મા ખસી જાય. જ્યાં જૂઠું પડ્યું ત્યાંથી આત્મા ખસી જાય.