________________
૨૬O
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
આ આઠ પ્રદેશથી દરેક જીવને ગૂંચવણ નથી પડતી. હવે આ આઠ તો બેઝિક ઓપન જ છે, પણ જેટલા પ્રદેશ ખુલ્લા થાય તેટલો પ્રકાશ વધારે થાય. તાભિમાં આવરણ આવે જ નહીં, એટલી મોહનીયતી લિમિટ
પ્રશ્નકર્તા: નાભિનું જ કેમનું આવરણ રહિત છે જરા સમજાવોને.
દાદાશ્રી : આ જીવ માત્રને નાભિ હોય. નાભિ ઈઝ ધ સેન્ટર ઑફ ધ બૉડી. કોકને સેન્ટર કાઢવું હોય તો નાભિ સેન્ટર છે. ત્યાં આગળ આત્માના અમુક પ્રદેશો શુદ્ધ છે. એ શુદ્ધ છે તેથી તમને એવું લાગે છે કે આ ફલાણા ભઈ આવ્યા. એટલી સંજ્ઞા રહે છે અને એ જો કદી ત્યાં આવરણ પેસી જાય. ત્યાં કંઈ મોહ પેસી જાય તો પછી ખબર જ ના પડે કે આ કોણ છે ને કોણ નહીં. એટલે ઘરનો વ્યવહારેય ના ચાલે, કોઈ વ્યવહાર જ ના ચાલે.
આ લોક તો એટલા બધા મોહી છે કે અહીંથી ઘેર જાય તો ઘર જડે નહીં એવા મોહી છે. ક્યાંથી આવ્યો તેય યાદ ના રહે એવા મોહી જીવો આ. એટલે એ આઠ પ્રદેશ ખુલ્લા છે એટલે ઘેર જઈ શકે છે, બધો વ્યવહાર કરે છે.
પ્રશ્નકર્તા: આ એક જ આધારે ! દાદાશ્રી : બેભાનપણામાંય પણ આ ભાન રહે.
એટલે આ શરીરમાં મોહ, મૂછને હદ આપી છે કે સિત્તેર ક્રોડા ક્રોડી સાગર સુધી જ મૂછ જઈ શકે. એની લિમિટને ઓળંગી શકે નહીં. એટલે એની લિમિટ છે, એક જાતની. તે આટલી લિમિટ સુધી મોહ માણસ કરી શકે, આથી વધારે કરી શકે જ નહીં. ત્યારે લિમિટેડ મોહ છે ? તો કહે, હા, લિમિટેડ છે. તો આપણે કહીએ, હા, નિરાંતે મોહ કર. અનલિમિટેડ હોત ત્યાં પહોંચી જ ના વળાયને ? હવે એ લિમિટેડ ના હોત તો નાભિમાં હલે છે તે આવરણ થાત ને પછી કશું જ જડે નહીં. ક્યાંથી બેઠા છે તેય ખબર ના હોય. કશુંય ભાન જ ના રહે. નામનું ભાન ના રહે ને બીજું