________________
૨૭)
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા ઃ અમે તો જેટલી વાર વાત કરીએ તેટલી વાર દાદા બરાબર જ દેખાય તો ?
દાદાશ્રી: એ બરોબર છે પણ એ નિદિધ્યાસન ના કહેવાય. એ તો સહજ, પ્રેમથી તમને દેખાય. નિદિધ્યાસનમાં તો પુરુષાર્થ કરવો પડે. કેટલાક માણસ કહે કે નિદિધ્યાસનમાં આ તમારો ઉપરનો (મુખારવિંદનો) ભાગ નથી દેખાતો, આટલો જ દેખાય છે. મેં કહ્યું, જેટલો દેખાય તેટલો તે આખો જ છે એમ માનજે. ભાગ ઓછો-વધતો દેખાય તેનો વાંધો નથી પણ દાદાનું મુખારવિંદ દેખાવું જોઈએ. ઓછું-વધતું કોણ દેખાડે છે ? બુદ્ધિ વચ્ચે ડખલ કરે છે. એ સ્વપ્નામાં બુદ્ધિ ના હોય તે સરસ દેખાડે. સ્વપ્નામાં બુદ્ધિ ડખલ નહીં કરવાની. કારણ કે ઊંઘમાં બુદ્ધિ ઊંઘી જાય. એટલે ડખલ નહીં. અત્યારે જાગતા ડખલ થાય.
આત્મગુણોતા ધ્યાને ખુલતા જાય પ્રદેશો પ્રશ્નકર્તા પોતાના ગુણધર્મ, અનંત જ્ઞાન-અનંત દર્શન તેનું ધ્યાન કરે તો તે પ્રદેશો ખુલ્લા થાય ?
દાદાશ્રી : થાય, અવશ્ય થાય. આત્માના ગુણો જેટલા જાણ્યા તેટલાનું ધ્યાન કરે તો તેટલા આત્માના પ્રદેશ ખુલ્લા થતા જાય, તેમ તેમ જ્ઞાનપ્રકાશે ને તેમ તેમ આનંદ વધતો જાય.
પ્રશ્નકર્તા : દાદા, હવે તો એવું લાગે છે કે પ્રભુનું સામ્રાજ્ય, શુદ્ધાત્માનું સામ્રાજ્ય હોય ત્યાં કશુંયે આવુંપાછું થાય નહીં, પેટમાં પાણીય હાલે નહીં. તાવ આવે, દેહ જવાનો થાય, દેહ રહેવાનો થાય તોય મહીં હાલે નહીં. કશી ડખલ જ નહીંને ! પોતાનું શું જવાનું? જાય તો પાડોશીનું જાય !
દાદાશ્રી : આત્માને આત્મા થયા પછી હવે જાય તો કોનું જવાનું? એમાં તમારે તો શું જાય ? તમારા અનંત પ્રદેશોમાંથી પ્રદેશ આઘોપાછો થાય એવું નથી. કારણ કે એના પીસિસ થાય એવું નથી કે એને કશો ચેપ અડે એવો નથી. જાય તો ભાગીદારનું જશે, પાડોશીનું. હવે ખોટ કોની જવાની હતી ? હાર્ટ બંધ થઈ જાય તો પાડોશીનું થાય કે તમારું?