________________
૨૭૪
આપ્તવાણી-૧૪ (ભાગ-)
દાદાશ્રી : બધાય, બધા ખુલ્લા, પણ એ વગર કામનું ના જુએ. ઉપયોગ બગડેને ! એટલે બધે શુદ્ધ જ જુએ.
પ્રશ્નકર્તા: એ આત્માના એક-એક પર્યાયનો અનુભવ કહેવાય ?
દાદાશ્રી: હા, એક-એક પ્રદેશનો. દરેકે દરેક પ્રદેશનો. અનંત પ્રદેશી આત્મા, તે દરેક પ્રદેશનો અનુભવ, એટલે વિજ્ઞાન ઘન. તમે એમાં પેઠા એટલે તમને એ જ થવાનું, બીજું કશું થવાનું નહીં. ને એમ થતું થતું થતું જ્યારે આ બધો માલ નીકળી જશે...
પ્રશ્નકર્તા: એટલે પેલો એક-એક પ્રદેશનો અનુભવ થતો જશે? દાદાશ્રી : હા, થતો જશે.
પ્રશ્નકર્તા : પછી ત્યાં સિદ્ધગતિમાં અનંત પ્રદેશનો ઉપયોગ કેવી રીતે થાય છે ?
દાદાશ્રી : ત્યાં દેખાય એવા શરીર નથી, પણ જોઈએ તો એક જ લાગે. પણ સિદ્ધ માટે અનંત પ્રદેશો છે. એટલે દરેક સિદ્ધો માટે અનંત પ્રદેશો ગુણ્યા અનંત પ્રદેશો ગુણ્યા અનંત પ્રદેશો છે. અનંત પ્રદેશો ગણાય એટલે એમને અનંત જ્ઞાન. એમને અનંત પ્રદેશો જોવાના હોય છે, એટલે એમને જ્ઞાતા-દ્રષ્ટાપદમાં રહેવાનું.