________________
[૧૫.૩] પ્રત્યેક પ્રદેશ નિરાવરણ થયે કેવળજ્ઞાન
૨૬૯
જ્ઞાનપ્રાતિથી બંધત ટળતા, આવરાય નહીં પ્રદેશો પ્રશ્નકર્તા આનંદમાં ને આનંદમાં દાદા ભૂલાતા જ નથી.
દાદાશ્રી : કલાક-બે કલાક સુધી યાદ રહ્યા કરે સામટા, બીજી કોઈ વસ્તુ એવી નથી. ધણીયે યાદ ના રહેને, બળ્યું. એકનો એક ધણી હોય, નવોનકોર હોય, તોયે ના યાદ રહેને ! કારણ કે મૂછ બજાર છે. બીજી વસ્તુ જુએ કે ત્યાં ભૂલે, ત્રીજી વસ્તુ જોઈ તો ત્યાં ભૂલે. કેરીઓ જોઈ તો કેરીમાં ભૂલે, શાક જુએ તો શાકમાં ભૂલે કે આ ટામેટા સારા છે. ભૂલવાના સાધન બધા બહુ છે. મૂર્છાના સાધન એટલા બધા છે કે માણસને કશું વસ્તુ કલાક-બે કલાક યાદ ના રહે અને એવી મૂર્છાના સ્થાનકમાં આ દાદા યાદ રહે. કઈ શક્તિથી યાદ રહે છે એ અજાયબી જ છે, એ જોવાનું છે. અને એ રહ્યું એટલે આપણને ખાતરી થઈ ગઈ કે આવરણો ભાંગીને ભૂક્કા થઈ જશે. એટલે શું ? બધા પુદ્ગલ પ્રદેશો તોડીને ભૂક્કા કાઢી નાખશે. લાખ વર્ષે તપ કરે તોયે ભૂક્કા ના નીકળે ને આનાથી ભૂક્કા નીકળી જાય. પહેલા લાખો વર્ષો જીવતા હતાને, તે લાખો વર્ષ તપ કરતા હતા. તે તપ કરેને, તે પેલા પ્રદેશો ખુલ્લા થાય. તે પછી પાછું એનું પુણ્ય બંધાય એટલે પછી આવરાય. અહીંયા આ બંધન નહીં થવાનુંને ! એટલે આવરાય નહીં ફરી. પેલું ખુલ્લું થાય ને આવરણ થાય, ખુલ્લું થાય ને આવરણ થાય. આ કશું આવરાય નહીં, પછી કામ જ નીકળી જાય.
દાદાતા તિદિધ્યાસને નીકળી જાય કામ પ્રશ્નકર્તા : દાદાનું સ્મરણ કયા સ્વરૂપે રહેવું જોઈએ ?
દાદાશ્રી : જે સ્વરૂપે રહે દાદા, લક્ષમાં યાદ રહેવું જોઈએ. સ્વરૂપબરૂપનો કશો વાંધો નહીં. સ્વરૂપ તો જો નિદિધ્યાસન સ્વરૂપે રહેને, તો તો બહુ ઉત્તમ કામ કાઢી નાખે. પણ એટલું બધું ના રહે, માણસનું ગજું નહીં. પા એક કલાક રાખી શકીએ, દસ મિનિટ રાખી શકે, અડધો કલાક રાખી શકે પણ એવું ગજું નહીં માણસનું. નહીં તો તો કામ જ કાઢી નાખેને ! રોજ એક કલાક નિદિધ્યાસન તરીકે આટલો ભાગ દેખાય તો કામ જ નીકળી જાય.