________________
૨૬૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : આઠ પ્રદેશો ખુલ્લા છે. એ પ્રદેશો આંખથી દેખી ના શકાય, એટલે શી રીતે જોઈ શકશો તમે ?
એની કશી કથા હોય નહીં, નાભિનામાં પ્રદેશો છે. એના નામ ના હોય. અને તમે નામ જાણીને કરશો શું ? આવા આત્મા સિવાય બીજા પ્રશ્નો પૂછવાને એ નવરાશની નિશાની. વગર કામનું, જેની કશી જરૂર નથી, આપણે જરૂરિયાત એ જ પ્રશ્નો પૂછવા. આપણે અહીંથી જવું હોય દાદર, અને પછી પૂછીએ કે પરેલ શું? ક્યાંથી જવાય ? અલ્યા મૂઆ, દાદરની વાત પૂછને, નહીં તો દાદર રહી જશે તારું. દાદર જવું હોય તો પરેલનું હઉ પૂછી લે, મઝગામનું હઉ પૂછી લે. અરે મૂઆ, બધું ના પૂછીશ.
પ્રશ્નકર્તા ઃ આઠ રૂચક પ્રદેશો એ આઠ કર્મોની વર્ગણાથી થયેલા છે?
દાદાશ્રી : ના, ના, એ તો જુદા છે. આઠ કર્મની વર્ગણા જુદી અને આય જુદા.