________________
[૧૫.૧] પ્રત્યેક પ્રદેશે અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત સુખ
૨૫૭
દાદાશ્રી : તે ઘડીએ તમારે એને કહી દેવું કે અલ્યા, આત્મા નીકળવા માંડ્યો. ચેત, ચેત. પણ શું ચેતે જ્યાં બેભાનપણું છે ?
આત્માનો પ્રદેશ જ્યારે કંપાયમાન ના થતો હોય ત્યારે આત્મા શુદ્ધ ઉપયોગમાં હોય. આત્માનો પ્રદેશ કંપાયમાન થાય, પહોળો થાય અને સંકોચાય ત્યારે આત્મા અશુદ્ધ ઉપયોગમાં.
પ્રશ્નકર્તા: આહારક શરીરને સીમંધર ભગવાન પાસે મોકલે છે ને શરીર અહીંયા પડ્યું રહે છે ? સમુદ્ધાત. આહારક શરીરને સીમંધર ભગવાન પાસે મોકલે છે ત્યારે આત્માના પ્રદેશો લંબાવે છે ?
દાદાશ્રી: એ તો જ્ઞાની પુરુષનું કામ, બીજા કોઈનું કામ નહીં. જ્યારે જ્ઞાની પુરુષને પોતાને પ્રશ્નનો જવાબ ન જડતો હોય ત્યારે એ બૉડી મોકલીને તરત જવાબ મંગાવી લે છે. એ ખુલાસો ત્યાંથી લાવીને ખુલાસો અહીંયા આપી દે.
પ્રશ્નકર્તા ઃ તમે એવી રીતે મોકલો છો શરીરને ? એમ વાત છે. દાદાશ્રી અમને તો એમ ને એમ ખબર આવે છે, મોકલતો નથી.
પ્રશ્નકર્તા: હા, આ જુદા જોગી. આ કંઈ પેલું પૂતળું-બૂતળું કાઢેબાઢે નહીં. આ તો એમ ને એમ લાવે એવા છે. અક્રમ, હા.
દાદાશ્રી : એ તો શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે અહીં આગળથી પ્રકાશ જાય. એ બૉડી કાઢે છે, એ કાઢતા હશે તે કાઢતા હશે. અમારે તો પ્રકાશય નથી નીકળતો ને અંધારુંય નથી નીકળતું. અમને તો એમ ને એમ ખબર આવે છે ત્યાંથી. તાર (ટેલિગ્રામ) કરતા હોયને એવી રીતે અમને ખબર આવે છે.