________________
[૧૪] અરીસા જેવું સ્વરૂપ
અરીસાતી માફક ઝળકે વસ્તુ આત્મામાં
પ્રશ્નકર્તા : પેલું અરીસાનું કહ્યું છે ને કે અરીસો એટલે આ આત્મા સમજવાનું મોટામાં મોટું એક સાધન છે, એ જરા સમજાવો.
દાદાશ્રી : આ અરીસો તો મોટું ‘સાયન્સ’ છે. આત્માનું ‘ફિઝિકલ’ (સ્થૂળ) વર્ણન કરવું હોય તો આ અરીસો જ એક સાધન છે ! એટલે આત્મા
અરીસા જેવો છે. અરીસાની પેઠ એનો સ્વભાવ જ એવો છે કે એની મહીં
આખું બ્રહ્માંડ દેખાયા કરે, ઝળકે મહીં. આ બધું છે ને બહાર, તે બધું જ મહીં ઝળકે.
આપણે આ હાથ ઊંચો કરીએને, એ એમના અંદર જ ઝળકે. એટલે આમ તરત જ ખબર પડે કે આ શું થયું ! એટલે આ જગત બધું શું કરી રહ્યું છે એ બધાને એ જોયા કરે અને જાણ્યા કરે.
એટલે એ આમ અરીસાની પેઠ મહીં, પોતાની અંદર ઝળકે. પોતાને જોવું ના પડે બહાર. એ એની જે આંખો-બાંખો હોયને, એ તો આખું શરીર (દ્રવ્ય) જ એવું છે કે એ પોતે જ મહીં ઝળકે અંદ૨. એટલે આપણે જે બધું કરીએ તો એમના પેલા એમાં, આત્મામાં, પોતાનામાં ઝળકે જ અંદર.
બહાર જોવા ના જવું પડે. જોવા જવું પડે તો તો આમ ઊંચું થવું