________________
[૧૪] અરીસા જેવું સ્વરૂપ
૨૪૩
દાદાશ્રી : આ ચકલી અરીસા સામે આવીને બેસે તો અરીસો શું કરે એમાં ? અરીસો તો એમ ને એમ જ છે પણ એની મેળે બીજી ચકલી અંદર આવી પડી છે. તેના જેવી જ આંખો, તેવી ચાંચ જુએ અને તેનાથી તે ચકલીની બિલીફ માન્યતા બદલાય અને પોતાના જેવી બીજી ચકલી છે તેમ માને. તેથી અરીસાની ચકલીને ચાંચો માર માર કરે, એવું છે આ બધું ! સ્પંદનથી જગત ઊભું થયું છે. જરાક બિલીફમાં ફેરફાર થયો છે તેવું જ દેખાય. પછી જેવું કહ્યું તેવું જ થઈ જાય. અરીસો તો અજાયબી છે ! પણ લોકોને સહજ થઈ ગયું છે તેથી નથી દેખાતું. આ તો એવું છે ને કે લોકો અરીસામાં આખો દહાડો મોટું જો જો કરે છે, માથું ઓળે છે, પફ પાવડર લગાવે છે, તેથી આ તો અરીસાય સસ્તા થઈ ગયા છે. નહીં તો અરીસો અલૌકિક વસ્તુ છે ! કેવી છે પુદ્ગલની કરામત ! આ ચકલી અરીસા સામે બેસે તો એનું જ્ઞાન બદલાતું નથી, પણ તેની બિલીફ-માન્યતા બદલાય છે. તે તેને મહીં ચકલી છે એવી બિલીફ બેસે છે, તેથી ચાંચો માર માર કરે છે. તેવું જ આ જગતમાં છે. એક સ્પંદન ઉછાળ્યું તેથી સામે કેટલાય સ્પંદનો ઉછળે. જ્ઞાન બદલાતું નથી પણ બિલીફ બદલાય છે. બિલીફ ક્ષણે ક્ષણે બદલાય. જો જ્ઞાન બદલાતું હોય તો આત્મા જ ના રહે. કારણ આત્મા અને જ્ઞાન એ કંઈ બન્ને એકબીજાથી જુદી વસ્તુ નથી. આત્માનું સ્વરૂપ જ જ્ઞાનસ્વરૂપ છે. જેમ વસ્તુ અને વસ્તુના ગુણ સાથે જ રહે છે અને જુદા પડતા નથી તેમ ! આ તો એવું છે કે બિલીફથી કહ્યું તેવું થઈ જાય છે. નિશ્ચયથી એક, પણ જેટલા ભાજત એટલા પ્રતિબિંબ
પ્રશ્નકર્તા: આત્મા અરીસા જેવો છે અને પુદ્ગલ અરીસા જેવું થયું છે. એટલે આનું પ્રતિબિંબ આમાં પડે, એનું પાછું પ્રતિબિંબ આમાં પડે એટલે પેલા અનંત પર્યાય દેખાય. એવી રીતે વાત નીકળી હતી, તો આમાંય પ્રિન્સિપલ છે જેમ બે અરીસા સામસામે રાખેને, તો લાખો પ્રતિબિંબ દેખાય, વચ્ચે મૂકેલી વસ્તુના.
દાદાશ્રી : એ તો પાંચ લાખ ઘડાઓ મૂક્યા હોયને દરિયા કિનારે, તો પાંચ લાખ ચંદ્ર દેખાય અને આખા સમુદ્રમાં એક જ દેખાય એવું છે આ.