________________
[૧૫.૧] પ્રત્યેક પ્રદેશે અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત સુખ
૨૫૧
નહીં. આ પાણી આવ્યું કંઈથી ? ત્યારે કહે, ટાંકીમાંથી આવ્યું. શેમાં આવશે? પાઈપ લાઈનમાં. અમે હાથ-પગ ધોઈ નાખીએ, મોઢું ધોઈને નહાયા પછી ક્યાં જાય છે એ ? ત્યારે કહે, આ ગટરમાં. બસ એટલું જ જાણવાની જરૂર છે. ગટર શેમાં વાળી છે? ત્યારે કહે, નદીમાં. ઉપલક જાણે, તેમાં મુક્તિ અને બહુ જાણવા ગયો, ઊંડા અર્થમાં, તે ત્યાં બેસી રહેવું પડે. કામ શું આપણે ? કામ સાથે કામને ! ગાડીમાં બેસે ને પૂછે કે ક્યારે બનાવી. શેની બનેલી છે, એ બધું જાણવાની જરૂર ? આપણે ગાડીમાં બેસીને ગયા સ્ટેશને. પછી ગાડી એને ઘેર અને આપણે આપણા ઘેર. જેટલું આવરણ તૂટ્યું એટલું જ્ઞાન, સર્વત્ર તૂટતા કેવળજ્ઞાતા
પ્રશ્નકર્તા : આત્મા અનંત પ્રદેશ છે એ કેટલા પ્રમાણથી છે એ સમજાવો. એક-એક પ્રદેશે કેટલું જ્ઞાન હોય ?
દાદાશ્રી : આત્મા એક દ્રવ્ય છે, અનંત પ્રદેશનો એક દ્રવ્ય છે. તે પ્રદેશ-પ્રદેશે, અનંત પ્રદેશોમાં એક-એક પ્રદેશમાં, જ્ઞાનપ્રકાશ છે. દરેક પ્રદેશમાં જેટલા પ્રદેશના આવરણ ખુલ્યા એટલા પ્રદેશનું જ્ઞાન ખુલતું જાય. એટલે આ મનુષ્યોમાં કોઈને આ પ્રદેશ ખુલ્લો થઈ જાય, તો એ વકીલનું જ્ઞાન એને ખુલ્લું થઈ જાય. કોઈને આ પ્રદેશ ખુલ્લો થઈ જાય, તો ડૉક્ટરનું જ્ઞાન ખુલ્લું થઈ જાય. કોઈને આ પ્રદેશ ખુલ્લો થઈ જાય તો અમુક જ્ઞાન ખુલ્લું થઈ જાય. એટલે દરેકને જુદા જુદા પ્રદેશનું જ્ઞાન ખુલ્લું થાય. સર્વત્ર પ્રદેશી જ્ઞાન ખુલ્લું થાય, ત્યારે કેવળજ્ઞાન થાય.
આખી દુનિયામાં જેટલા જીવો છે એ બધા જીવોનું જ્ઞાન, એક જ આત્મામાં છે. તે બધા જીવોનું જ્ઞાન એના આત્મામાં પ્રકાશ પામે ત્યારે એ કેવળજ્ઞાન થયું કહેવાય. કેવળજ્ઞાન થાય એટલે બધા આત્માનું જ્ઞાન અને પ્રકાશમાન થઈ જાય.
અનંત પ્રદેશો એટલે પ્રગટ જુદા જુદા જ્ઞાન-શક્તિ
પ્રશ્નકર્તા: જેટલા પ્રદેશ ખૂલ્યા એટલું જ્ઞાન ખુલ્લું થાય એ વિગતે સમજાવશો.