________________
[૧૩] આકાશ જેવું સ્વરૂપ
૨૩૭
નહીં અને આત્મા જાણ્યા પછી બેઉ દેખાય. આત્માને જાણે નહીં તો કશું દેખાય નહીં, આંધળાભૂત બધા !
આકાશની જોડે તુલના કરી શકાય, જ્ઞાનને. પણ જ્ઞાનમાં વિશેષ શું છે ? ત્યારે કહે, ચેતન છે એનામાં અને આકાશમાં ચેતન નથી એટલો ફેર છે. શક્તિમાં તો બેઉ સરખું જ. એ તો આકાશેય આરપાર નીકળી જાય ડુંગરની અને આ ચેતનેય આરપાર નીકળી જાય. આ ભીંતની આરપાર જતું રહે, એને કશું નડે નહીં. દેહમાં આકાશ જેટલો ભાગ પોતાતો એ કેવળજ્ઞાત સ્વરૂપ
પ્રશ્નકર્તા ઃ આપ કહો છો ને કે કેવળજ્ઞાન સ્વરૂપી આત્મા છે, તે આ શરીરની અંદર અરૂપી ભાગ છે આકાશ જેવો, ત્યાં આગળ એ રહેલો
દાદાશ્રી : અરૂપી આકાશ જેવો છતાં આખા દેહમાં રહ્યો છે. હા, એટલે એવું છે ને. કે આત્મા આકાશ જેવો છે એટલે આખા શરીરમાં આકાશની પેઠ બધે જ રહી શકે. પાછું આકાશ જેવો સૂક્ષ્મ છે, એટલે આંખે દેખાય નહીં પણ અનુભવમાં આવે.
આ દેહમાં ચેતન ક્યાં રહે છે ? ચેતન હોય ક્યાં ? જ્યાં આકાશ હોય ત્યાં હોય. બીજાએ જગ્યા રોકી હોયને ત્યાં હોય નહીં, આકાશ હોય તો હોય. જેનામાં જેટલું આકાશને, એટલું ત્યાં ચેતન હોય.
કેવળજ્ઞાન સ્વરૂપ એટલે “એબ્સોલ્યુટ' જ્ઞાનસ્વરૂપ છે. કેવળજ્ઞાન આકાશ જેવું. આકાશ જેવો સ્વભાવ છે, અરૂપી છે !
આ ડબ્બીમાં આકાશ છે અને બહાર પણ આકાશ છે. ડબ્બીમાંનું આકાશ કેવી રીતે જોઈ શકે ? દિવ્યચક્ષુ હોય તો અંદરનું આકાશ જોઈ શકાય, જાણી શકાય ને અનુભવી શકાય. આ ઈન્દ્રિયોથી એ ના દેખાય.