________________
[૧૩] આકાશ જેવું સ્વરૂપ
૨૩૫
પ્રશ્નકર્તા : જ્ઞેય ના હોય તો એ કશું જ જુએ નહીં.
દાદાશ્રી : એટલે આ જ્ઞેય કેટલા ભાગમાં છે ? તે આ લોક એકલામાં છે, અલોકમાં નથી જ્ઞેય. અલોકમાં એકલું આકાશ છે, ત્યાં શેય નથી. એટલે શું જુએ ?
મૂળ ગુણ આકાશતો જગ્યા આપવી તે, જ્યારે આત્માતો ‘ચેતત’
પ્રશ્નકર્તા : આકાશ અને આત્મા એ બેમાં બીજા શું ફેર છે ?
દાદાશ્રી : આકાશનો મૂળ ગુણ શું ? ત્યારે કહે, સ્થાન આપવું. દરેકને સ્પેસ (જગ્યા) આપવી એનો મૂળ ગુણ છે. આત્મામાં સ્પેસ આપવી એ ગુણ નથી. આત્માનો ચેતન નામનો ગુણ તે એમાં નથી. આકાશ હરેક જગ્યાએ છે, આત્મા હરેક જગ્યાએ નથી. આકાશ નિશ્ચેતન છે, ચેતન નથી એમાં અને આત્મામાં ચેતન છે. બન્ને તત્ત્વોના મૂળ ગુણમાં આટલો ફેરફાર છે. બીજા બધાય ફેરફાર છે. બધા જ તત્ત્વોમાં મૂળ ગુણ જો વધારેમાં વધારે હોય તો આ ચેતન એટલે જ્ઞાન-દર્શન નામનો ગુણ એ આત્મામાં છે, માટે એ પરમાત્મા છે. આકાશમાંય તે ગુણ નથી કે બીજા કોઈનામાંય એ ગુણ નથી. આ આકાશ એ અરૂપી તત્ત્વ છે, આત્મા અરૂપી તો આકાશ જેવો જ છે. અરૂપીમાં સરખા છે બેઉ તત્ત્વો.
પણ આકાશ અચેતન છે અને આત્મા ચેતન છે. આકાશ એને લાગણીએ નથી કોઈ પણ પ્રકારની અને આત્મા તો લાગણીવાળો, જ્ઞાનવાળો. આને ટેપરેકોર્ડરને કંઈ લાગણી અને જ્ઞાન નથી, માટે અમે કહીએ છીએ કે આમાં નથી આત્મા.
આત્મા અઅવાહક, તા જરૂર આકાશતીય
પ્રશ્નકર્તા : દાદા, પરમાણુ અને ચેતન એ બન્નેનું જુદું પાડવાનું જ મુખ્ય છે ને, બાકીના બીજા તત્ત્વો તો લગભગ જુદા જ છે ને ?
દાદાશ્રી : જુદા છે, પણ બધાને જુદું પાડવાનું. નહીં તો આ બે જુદા પાડો તો પેલા બીજા તત્ત્વો વળગે. એટલે બધું જ જુદું પાડવું પડે. કારણ કે આત્મા બધા દ્રવ્યોની વચ્ચે છે અને બધા દ્રવ્યોથી બંધાયેલો છે એ.