________________
૨૪૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
છે એક જાતનું. આ તો પછી અમુક અમુક સ્ટેજનો એનો અર્થ ઊંચો જતો જાય, પણ છેવટે દર્પણમાં રહે છે.
અરીસાની ઈચ્છા વગર અરીસામાં બધું દેખાય છે. એની ઈચ્છા છે કંઈ ? આ અરીસો જીવતો હોતને, તો બધાને કહે કહે કરત કે જો મને બધું કેવું મારી મહીં દેખાય છે ! તમે બધા બહાર ઊભા છો પણ મને મહીં દેખાય છે.
પણ અરીસામાં ચેતન નથી એટલે એ કહેતો નથી કે મને આવું દેખાય છે ને આ ચેતન છે એટલે કહે છે કે મને આ દેખાય છે. એટલે પેલું લોકોના મનમાં શું થાય, કે આમ બહાર જોતો હશે પણ તે બહાર દેખાય નહીં, એની અંદર જ ઝળકે.
અરીસો જો ચેતન હોય તો પોતાની અંદર દેખાતું હોય, એને ક્યાં પછી બહાર જોવાનું રહ્યું ? આ ચેતનની અંદર ઝળકે છે આ બધું. આખું જગત ચેતનની અંદર દેખાય. એટલે ત્યાં જોવાનું છે, એને કંઈ બહાર જોવાનું નથી.
કેવળજ્ઞાન સુધી જ્ઞાતા-દ્રષ્ટા, પછી દર્પણ સ્વરૂપ
એટલે આત્માને બહાર જોવાની શક્તિ નથી. આ તો આપણે જ્ઞાતાદ્રષ્ટા એટલે આ દૃષ્ટિથી બોલીએ ખરા, પણ પોતાને અંદર ઝળકે છે ને. તેને જ જુએ છે.
પ્રશ્નકર્તા: તો આપણે જ્ઞાતા-દ્રષ્ટા કહીએ છીએ એ બહાર જોવું ને જાણવું નહીં ?
દાદાશ્રી : ના, જ્ઞાતા-દ્રષ્ટા છે એટલે આમ આ આંખોની પેઠ નથી જોતો. આમ મહીં ઝળકે. જ્ઞાતા-દ્રષ્ટામાં તે કંઈ ક્રિયા કરવી પડે ? ઝળકે. જ્ઞાતા-દ્રષ્ટા એ પહેલી સ્ટેજ અને છેલ્લી સ્ટેજ આ, (છેલ્લો) દેહ છૂટ્યા પછી એ દર્પણ થાય છે. જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી જ્ઞાતા-દ્રષ્ટા.
પ્રશ્નકર્તા: વધારે સમજાવશો. દાદાશ્રી : એવું છે ને, આ જોવાના કાર્યોમાં પડ્યા છે તે એ જોવાનું