________________
[૮.૩] સ્વ-પર પ્રકાશક
૧૬૩
વિચાર આવે તો તે તમારો નથી, સામાનો પડઘો છે. તમારો જ છે માની ગભરાઈ ના જશો.
તે પરભાર્યું છે તે આપણામાં દેખાય છે. જેમ અરીસો છે ને, તે અરીસામાં જે દેખાય છે તે વસ્તુ બહાર છે ખરી. પોતે પ્રકાશિતભાવ છે એટલે મહીં દેખાય પણ છે બહાર.
સ્વ-પર પ્રકાશિત સ્વભાવ છે એટલે એને અંદર દેખાય કે મારું હારુ મહીં પેસી ગયું આ ! ખરેખર મહીં પેસતું નથી. સ્વ-પર પ્રકાશક છે ને તે દેખાય ખરું, અમને હઉ દેખાયને. હવે અમે ક્યાં ગૂંચાઈએ કે અમને પેસી ગયું ! ના, પેસે જ નહીં, ને આ તો એનો સ્વભાવ છે, એટલે દેખાય મહીં.
આ અરીસામાં આપણે કહીએ, “મહીં અંદર ના દેખાય એવું તું કરી નાખ.” ત્યારે કહે, “ના, એ તો દેખાશે.” એ સ્વભાવને છોડે નહીંને કોઈકોઈના ! આપણે સ્વભાવને જાણી જોવો જોઈએ.
સ્વ-પર પ્રકાશક એ વ્યવહાર આત્મા પ્રશ્નકર્તા આત્મા જ્યારે ફુલ પ્રકાશમાં આવે ત્યારે પછી પરને શું કરવા જુએ ? સ્વને જ કેમ ના જુએ ?
દાદાશ્રી: વ્યવહાર સાથે ના રહે તો એ આત્મા ન હોય. વ્યવહારને જરાય એ હરકત ના કરે. આત્મા સ્વ-પર પ્રકાશક છે. જો સ્વને પ્રકાશ કરે, તો પર ક્યાં ગયું? એટલે વ્યવહાર સહિત હોવો જોઈએ. જો વકીલાત કરતાયે આત્મા રહે છે ને, નહીં ?
પ્રશ્નકર્તા : હા, પણ વ્યવહાર પૂરો થઈ ગયા પછી પ્રકાશ જ રહ્યોને?
દાદાશ્રી : સ્વ-પર પ્રકાશક તો જ્યાં સુધી દેહધારી હોય ત્યાં સુધી. દેહધારી ના હોય ત્યાર પછી જ્ઞાનપ્રકાશ થઈ ગયો. એટલે એ અપેક્ષાએ વાત છે બધી.
સ્વ-પર પ્રકાશક છે ને, તે વ્યવહાર આત્મા થાય છે. એ (મૂળ