________________
[૯.૧] અમૂર્ત
૧૯૧
ભયસ્થાને પણ અમૂર્તતી ભજતાનું પરિણામ પ્રશ્નકર્તા: આપે પેલી વાત કહી હતી કે વાઘ સામે આવે તો શું કરવું એ વિગતે સમજાવો.
દાદાશ્રી : કોઈવાર જંગલમાં જવાનું થાય કે હિંસક જનાવર સામે મળી જાય, એ વખતે હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું” એ જોરથી બોલીએ તો એને આપણે દેખાઈએ જ નહીં. એમ બોલ્યા એને આ દેહ જ દેખાય નહીં. એને આકાશ જ દેખાય, એની દૃષ્ટિમાંથી જ આ ઊડી જાય.
વાઘ સામો મળ્યો હોય ને આપણે “અમૂર્ત, અમૂર્ત સો વાર બોલી ગયા તો વાઘ આપણને જોઈ શકે નહીં. એને આપણી મૂર્તિ દેખાય જ નહીં. કોને મારે ? એ બધું સાયન્સ છે આ તો.
પ્રશ્નકર્તા ઃ ના પણ એને માણસની ગંધ તો આવે ને ?
દાદાશ્રી : પણ એ દેખાય નહીં. ગંધ આવે તો પણ ખોળે ક્યાં? પછી ચાલ્યો જાય.