________________
[૧૦] અગોચર - અતીન્દ્રિયગમ્ય
૨૦૫
થાય છે, તેમાં ઈન્દ્રિયોની જરૂર નથી બિલકુલ. ઈન્દ્રિયો ત્યાં હેલ્પ જ નથી કરતી. ઈન્દ્રિયો બધી સંસારી કામ જ કર્યા કરે છે, બીજું કંઈ કામ કરતી નથી. ઈન્દ્રિય પ્રત્યક્ષ બધું આ અને પેલું અતીન્દ્રિય પ્રત્યક્ષ. પેલું ચેતન દેખાતું જ નથી કોઈ જગ્યાએ. આ જે દેખાય છે તે બધું જડ જ દેખાય છે, અનાત્મ વિભાગ. આત્મ વિભાગ દેખાતો જ નથી. ઈન્દ્રિયોથી અનુભવમાં આવે જ નહીં ને ઈન્દ્રિયોથી દેખાય નહીં. એ અતીન્દ્રિય છે, આત્મા ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ થાય એવી વસ્તુ હોય. લોક જાણે કે આ આંખે જોઈએ કે કાને સાંભળીએ, પણ એવી વસ્તુ હોય. એ તો પોતાનું સ્વાનુભવપદ છે.
સ્વાનુભવપદ એ ઈન્દ્રિયોથી કે કશાથી અનુભવાય નહીં. ઈન્દ્રિયો દેહાધ્યાસ કરાવડાવે. ઊંઘમાં સુખ આવે છે તેય ઈન્દ્રિય પ્રત્યક્ષ છે અને આ આત્મા અતીન્દ્રિય પ્રત્યક્ષ છે.
ઈન્દ્રિયગમ્ય, પછી આગળ બુદ્ધિગમ્ય, પછી એમાંથી આગળ અતીન્દ્રિયગમ્ય. અતીન્દ્રિયગમ્ય એટલે સ્વ-પર પ્રકાશક. વિનાશી ઈન્દ્રિય પ્રત્યક્ષ, અવિનાશી અતીન્દ્રિય પ્રત્યક્ષ
પુગલ બધું ઈન્દ્રિયગમ્ય છે, જ્યારે ધર્માસ્તિકાય ઈન્દ્રિયગમ્ય નથી, અધર્માસ્તિકાય ઈન્દ્રિયગમ્ય નથી, કાળેય ઈન્દ્રિયગમ્ય નથી અને આકાશય ઈન્દ્રિયગમ્ય નથી. આ ઈન્દ્રિયગમ્ય છે એ બધું પુદ્ગલ માનવું.
પ્રશ્નકર્તા : ચેતન પણ ઈન્દ્રિયગમ્ય નથીને ? દાદાશ્રી : ના, નથી, એ અતીન્દ્રિયગમ્ય છે.
ચેતન ઈન્દ્રિયગમ્ય હોતને, તો ભગવાન ખોળવાના જ ના રહેત. આ આંખથી જન્મથી જ દેખાયા કરતા હોય ભગવાન. એટલે એ તો અઘરામાં અઘરી વસ્તુ જ એ છે.
જે અવિનાશી તત્ત્વો છે તે દિવ્યચક્ષુગમ્ય છે ને બીજી બધી વિનાશી ચીજો ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. એક ઈન્દ્રિય પ્રત્યક્ષ છે ને બીજી અતીન્દ્રિય પ્રત્યક્ષ છે. જાણવું ને દેખવું બેઉમાં છે. ઈન્દ્રિય પ્રત્યક્ષમાં બુદ્ધિ છે ને અતીન્દ્રિય પ્રત્યક્ષમાં જ્ઞાન છે.