________________
૨૧૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
ન કરવી પડે ટૂર, ઝળકે મહીં અતીન્દ્રિય જ્ઞાતમાં
પ્રશ્નકર્તા : મારો આત્મા તો આ શરીરમાં છે અને આ બધું જાણવાનું, તે મારો આત્મા બધે ફરે છે ? જેમ સિદ્ધક્ષેત્રમાં આખા બ્રહ્માંડનું જાણવાનું, તે બધે મારો આત્મા ફરે છે ?
દાદાશ્રી : ના, ફરતો નથી, મહીં ઝળકે છે. ફરવા માટેની જરૂર નથી. અંદર ઝળકે છે.
પ્રશ્નકર્તા ઝળકે છે એ મારા આત્માનું અતીન્દ્રિય જ્ઞાન ઝળકે છે?
દાદાશ્રી : હા, જેમ આ અરીસો એની જગ્યાએ ઊભો રહે છે અને લોકો જેટલા આવેને, એ બધા મહીં ઝળકે.
પ્રશ્નકર્તા: ઝળકે તો મારા અતીન્દ્રિય જ્ઞાનમાં ઝળકાટ છે ? દાદાશ્રી : હા, જ્ઞાનમાં જ. પ્રશ્નકર્તા : હવે જ્યાં જ્ઞાન ત્યાં આત્મા હોય જ.
દાદાશ્રી : જ્ઞાન ત્યાં આત્મા હોય જ ને જ્યાં જ્ઞાન નથી ત્યાં આત્મા નથી. અહીં આ જડ વસ્તુમાં આત્મા નથી.
પ્રશ્નકર્તા : બરાબર છે. આપણે જેટલા જેટલા શેયો જોઈએ, એટલે જ્ઞાનથી જોય જોવાય તો જ્યાં આપણે દૂર દૂરના શેયો જોઈએ તો મારો આત્મા ત્યાં જતો નથી પણ મહીં જ ઝળકે છે.
દાદાશ્રી : ક્યાંય જવાની જરૂર નહીં. એ ત્યાં આગળ સિદ્ધક્ષેત્રમાં બેઠા છે ને, તે મેં હાથ ઊંચો કર્યો, એ એમને ત્યાં અંદર બધું એમના જ્ઞાનમાં ઝળકે. ઝળકે અંદર, એમને જોવા ના જવું પડે, ઉપયોગ દેવો ના પડે. ઉપયોગ દેવા જાય તો મહેનત થાય. ઉપયોગ તો આપણે દેવાનો હોય છે. કારણ કે દુરુપયોગ કરેલો. દુરુપયોગ કરેલો તે શુદ્ધ ઉપયોગમાં આવવું પડે છે. પણ એમને શુદ્ધ ઉપયોગ કશું રહ્યું નહીંને !