________________
[૧૩] આકાશ જેવું સ્વરૂપ
૨૩૧
ઉપરના પડઘા નીચે પડે છે એમ કરીને આકાશના રંગ દેખાય છે આ બધા. આકાશ રંગવાળુંય નથી. આકાશનો અર્થ જ અવકાશ કહેવાય છે.
પ્રશ્નકર્તા : શૂન્ય અવકાશ ?
દાદાશ્રી : ના, એ શૂન્યાવકાશ જુદી વસ્તુ છે અને અવકાશ એટલે ખુલ્લું. ખાલી જગ્યા, ઓપન, ખુલ્લું. તે અવકાશ અને આકાશ કહ્યું છે. તે આપણા લોકોને આવડ્યું નહીં, સમજણ ના પડે એટલે આકાશ બોલે.
આકાશની જેમ આત્માને કોઈ કશું ના કરી શકે પ્રશ્નકર્તા તો એની આકાશની આત્મા સાથે સરખામણી કેમ ?
દાદાશ્રી : આત્મા આકાશ જેવો સૂક્ષ્મતમ છે એટલે શું કહેવા માગીએ છીએ કે તે ખોળશો તો જડે નહીં. એટલે એને સૂક્ષ્મતમ બતાવ્યો
અહીંયા આગળ હોળી સળગતી હોય ને એની મહીં અવકાશ તો હોય જ ત્યાં આગળ. પછી મહીં સળગે તે ઘડીએ અવકાશ દાઝે ? ત્યારે કહે, ના, અવકાશ દાઝે નહીં. અવકાશ ત્યાં હોય પણ દાઝે નહીં, એનું શું કારણ ? કે જે દાહકતા છે તે તેઉકાયની દાહકતા છે એ સ્થળ છે અને પેલું આકાશ સૂક્ષ્મ છે, એને અડે નહીં.
આકાશ એ સૂક્ષ્મ છે ને અગ્નિ સ્થળ છે. તે સ્થળ સૂક્ષ્મને બાળી શકે નહીં કોઈ દહાડોય, કશું કરી શકે નહીં. સ્થૂળની અંદર સૂક્ષ્મ પસાર થાય તોયે કશું એને થાય નહીં. આ આકાશ છે, એને કંઈ પણ તમે કરો, ગમે એવું કરો તોય આકાશને નુકસાન થાય ખરું?
પ્રશ્નકર્તા : અલિપ્ત જ હોય, નુકસાન ના થાય.
દાદાશ્રી : આકાશને તમે ગમે તે કરોને, મહીં ભડકા કરો કે મહીં ઍટમબૉમ્બ નાખો કે ફલાણું કરો કે આમ કરો કે તેમ કરો પણ આકાશને કશું થાય નહીં. એવી રીતે આત્માને આ જગતમાં કોઈ ચીજ નુકસાન કરી શકે એવી છે નહીં. જેને તમે શુદ્ધાત્મા કહો છો, એને કોઈ ચીજ નુકસાન કરે એવી છે નહીં.