________________
૨ ૨ ૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
ભગવાન કેવા છે ત્યારે કહે, અલખ નિરંજન. ક્યારેય લક્ષમાં ના આવે તેવા. એ તો જ્ઞાની પુરુષ ક્યારેક ઘણે લાંબે કાળે, ક્રમ માર્ગમાં મળે ત્યારે તેમનું લક્ષ આવે અને અમે તો તે વખતે ભાનમાં જ લાવીને ભ્રાંતિ તોડી નાખીએ અને ભગવાનપદમાં બેસાડી દઈએ, અક્રમથી !
અહીં ક્રમિક માર્ગના જ્ઞાનીઓને લક્ષ નહીં બેઠેલું. લક્ષ તો ઠેઠ સુધી એ માર્ગ પૂરો કરવો પડે. જાગૃતિ બહુ રહેવાની. ક્રમિક માર્ગે મહેનત કરી કરીને જવાનું છે. ત્યાં આરંભ અને પરિગ્રહ, અહંકાર ને મમતા ઓછું કરતા કરતા કરતા જવાનું. ત્યાગ કર્યો એટલે મમતા એટલી ઓછી થઈ, એને પરિગ્રહ ઓછો કહેવાય છે અને આ જેટલો પરિગ્રહ ઓછો થાય એટલો અહંકાર ઓછો થાય. તે આરંભ-પરિગ્રહ ઓછા કરતા કરતા કરતા જવાનું. એ જ્યારે પાર આવે ત્યારે ખરો. ત્યાં સુધી કુસંગ મળી ગયો નહીં, તો જીત્યો. કુસંગ મળ્યો, તે પાછો કેન્ટીનમાં તેડી જાય. અનંત અવતારથી ભટકે છે આમ. આ તો કો'ક ફેરો આવું અક્રમ હોય તો લક્ષ પામે, નહીં તો લક્ષ પામેલો નહીં કોઈ.
જ્ઞાતી એકલા જ કરી શકે, અસંભવને સંભવ
અત્યારે તો તમને “હું ચંદુ છું એ જ લક્ષ છે. અને પાછું બીજું શું લક્ષ? ભઈ, આ કોણ, તો કહે “માય વાઈફ’ એ લક્ષ છે. હું આ બાઈનો ધણી છું એવું લક્ષ છે ને ? અને “આ છોકરાનો ફાધર છું' એવું લક્ષ છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આ બધા લક્ષ ખોટા લક્ષ છે. લક્ષ આત્માનું બેસવું જોઈએ. ત્યારે આત્મા કેવો છે ? અલખ નિરંજન છે. અલખ નિરંજન એટલે કોઈ પણ એવો ઉપાય નથી કે લક્ષમાં આવે આત્મા. ત્યારે કહે, કોઈ પણ ઉપાય ના હોય, તો પછી એનો અર્થ શું કરવા કહો છો ? અમને આત્માની વાત જ શું કરવા કરો છો, જો લક્ષમાં ના આવવાનું હોય ? ત્યારે કહે, એ જ્ઞાની પુરુષ હોય, કે જે બધા મહાવ્રતોમાં બધી રીતે બિલકુલ અપરિગ્રહી છે. એક ક્ષણવાર સંસારમાં જેનું ચિત્ત નથી. જેને વર્લ્ડમાં કંઈ