________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : ના, ફે૨ એમ નહીં. લક્ષ એ નાના પ્રકારનો અનુભવ છે. અનુભવ એ પ્રત્યક્ષ પાઠ છે. પેલો સ્પષ્ટ અનુભવ ના થાય. અનુભવ ખરો પણ અસ્પષ્ટ હોય. અનુભવના બે પ્રકાર : અસ્પષ્ટ અને સ્પષ્ટ. જેને લક્ષ બેઠું હોય તેને આત્મ અનુભવી પુરુષ કહેવાય. પણ તે બીજાને કામના નહીં. અહીં ક્રમિક માર્ગના આત્મ અનુભવી હોય, તે કેટલાય માણસને ઉપદેશ આપી શકે અને આપણે અહીં આ માર્ગમાં આત્મ અનુભવી તે બીજાને ઉપદેશ આપી શકે નહીં. પોતે પોતાનું કલ્યાણ કરે. પોતાની વાત, પોતે સમજી જાય બધુંય પણ બીજાને સમજાવતા આવડે નહીં. કારણ કે એને પરિચય નથી એ વસ્તુનો, રસ્તે જતા પ્રાપ્ત થયેલું છે. પણ પોતાનું તો કલ્યાણ કરી નાખે.
૨૨૬
એ લક્ષ બેઠા પછી કલ્પવૃક્ષી આત્મશક્તિઓ વધતી જાય, ખીલતી જાય. અને અકર્તાપદ, કારણ કે પોતે કર્તા નથી. એટલે પહેલા કર્તાપદ હતું, તે હવે અકર્તાપદ થયું. તેનાથી કેવળજ્ઞાન-દર્શન, એ બેય પ્રફુલ્લિત થતું જાય.