________________
૨ ૨૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : હા, અડે છે.
દાદાશ્રી : એ અડે નહીં ત્યારે નિરંજન થઈ ગયો. ગાળ ભાંડે તો અડે નહીં, ગજવું કાપે તો અડે નહીં, મારે તો અડે નહીં, જેલમાં ઘાલે તો અડે નહીં ત્યારે નિરંજન થયા કહેવાય.
આત્મા નિરંજન છે જ. આજેય તમારો આત્મા શુદ્ધાત્મા જ છે, ચોખ્ખો દેખાય મને. એને કંઈ કર્મ અડ્યા નથી પણ તમે માની બેઠા છો કે મને તો નર્યા પાપ બેઠા, પુણ્ય થયા, તે રોંગ બિલીફ બેઠી છે. તે જ્ઞાની પુરુષ રોંગ બિલીફ ફ્રેક્ટર કરી આપે એટલે રાઈટ બિલીફ બેસી જાય. રાઈટ બિલીફ બેસી જાય એટલે હું જ ભગવાન છું” એવું ભાન થાય. નિરંજન-નિરાકાર સ્વરૂપી ભગવાનને ઓળખ્યા દાદાએ
ભગવાન કેવા સ્વરૂપમાં છે ? નિરંજન-નિરાકાર સ્વરૂપમાં છે.
મેં તો એ નિરંજન-નિરાકાર સ્વરૂપ ભગવાનને ઓળખ્યા છે. એ તો મહીં અંદરવાળા ભગવાનને, સાચા ભગવાનને, જે મૂળ ભગવાન છે ને, એમને ઓળખ્યા. એમનું નામ દાદા ભગવાન. એ મૂળ સ્વરૂપના, અરૂપી સ્વરૂપના, નિરંજન સ્વરૂપના દર્શન થયા તે બધો રોગ ચાલ્યો ગયો. આ તો કો'ક જ ફેરો કોકને થાય. આ તો દસ લાખ વર્ષે આ થયું છે અને તે હું બધાને મૂળ સ્વરૂપે દર્શન કરાવડાવું છું.