________________
[૧૧]
સૂક્ષ્મતમ
સૂક્ષ્મતમ આત્મા એ જ્ઞાતીના હૃદયમાં,
ત સ્થૂળ
શબ્દોમાં
પ્રશ્નકર્તા : દાદા, તમે આત્માને સૂક્ષ્મતમ કીધો એનો અર્થ શું ?
દાદાશ્રી : સૂક્ષ્મતમ એટલે શબ્દરૂપ નથી. શબ્દો સ્થૂળ છે, આંખે દેખાય એવા છે, વાણીમાં બોલાય એવા છે, સંભળાય એવા છે. જ્યારે આત્મા આંખે દેખાય એની વાત તો જવા દો, કાને સંભળાય એ વાત જવા દો પણ એ બોલી શકાય નહીં કોઈ પણ રસ્તે. એટલે નિઃશબ્દ વસ્તુ શબ્દમાં કેમ કરીને આવે ? જે નિઃશબ્દ છે, જે અવર્ણનીય છે, અવક્તવ્ય છે, જે સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, સૂક્ષ્મતર નથી અને સૂક્ષ્મતમ વસ્તુ છે, તે આમાં સ્થૂળમાં કેમ કરીને આવે ?
તમને શાસ્ત્રોની વાતમાં તો થર્ટી પરસેન્ટ મળે. કારણ કે શાસ્ત્રો સ્થૂળ શબ્દરૂપ છે અને આત્મા સૂક્ષ્મતમ છે. એટલે સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એ જ્ઞાનીના હૃદયમાં છે બધું, સિત્તેર ટકા તો, શી રીતે આ શાસ્ત્રોથી આત્મા આખો પ્રાપ્ત થાય ?
એટલે ‘ગો ટૂ જ્ઞાની’ કહ્યું. જ્ઞાની પુરુષ એ બધું કરી આપે. શબ્દથી તો સમજાવી શકાય નહીં, પણ સંજ્ઞાથી સમજાવે. એ તો તમારા મોઢામાં મૂકેને સાકર એટલે તમે કહો કે ‘હા... હવે સ્વાદ જાણ્યો મેં સાકરનો.’ એમ ને એમ તો કોની જોડે સરખામણી કરવી ? આત્માની સરખામણી કોઈની જોડે થાય નહીં. એ અજોડ વસ્તુ છે.