________________
૨૧૧
[૧૦] અગોચર - અતીન્દ્રિયગમ્ય
પ્રશ્નકર્તા : વ્યવહાર ઓછો થતો જાય ?
દાદાશ્રી : ના, ના, રાત પડે એટલે બસો કેટલી ઊતરે પછી? એટલે ઓછું થતું જાય.
પ્રશ્નકર્તા હજુ ચંદુભાઈની રાત તો મરી ગયા પછી પડવાનીને?
દાદાશ્રી: એ તો આખા કર્મનો નિવેડો આવી ગયો, આ હિસાબનો જ નિવેડો આવી ગયો. અને પેલું તો આપણો ભરેલો માલ ખાલી થઈ જાય ને પછી નિર્મળતા રહે.
પ્રશ્નકર્તા: શેય ઓછા ઊભા થાય ?
દાદાશ્રી : એટલે આ ભવમાં ને આ ભવમાં ખાલી થઈ જાય, વહેલો-મોડો. જરા ઓછું-વધતું તો થાયને પણ, ઓછું-વધતું થાય કે ના થાય? નવું આવક નથી, એનું જૂનું જાવક, તેમાં શું રહે પછી? નવું આવક ના હોય ને જૂનું જતું હોય તો રહે કશું? ના, કશું જ ના રહે. થોડાક વખત પછી બે-પાંચ વરસમાં પણ ખાલી થઈ જાય. મારે ક્યારનું ખાલી થઈ ગયેલુંને? હું તમને એવું કહ્યું કે તમારેય) ખાલી થઈ જશે. એવું ગભરાવાનું કોઈ કારણ નથી, અડચણ આવે. મહીં ગૂંચવાડો ઊભો થતો હોય તો “મારું નહીં એટલું કહેતાની સાથે છૂટું. એ બધુંય ચંદુભાઈનું. પેલું વળગાડવા જાય એ તો. પહેલાની ટેવને, આદતને ! એટલે “મારું નહોય’ કહીએ કે એ છૂટી જાય. એમાં એ શું કહે છે કે તમારી બાઉન્ડ્રીનું કે પેલી? ત્યારે કહે, અમારી નહોય.
પ્રશ્નકર્તા : “અમારી નહોય’ કહ્યું એટલે છૂટી જાય ? દાદાશ્રી : હા, છૂટી જાય.
અતીન્દ્રિય જ્ઞાન જુએ જ્ઞાનતા પર્યાયથી પ્રશ્નકર્તા: દાદા, હવે સમજવું હતું કે આત્માનો જે જ્ઞાન ગુણ છે, એનાથી બધું જાણે છે. હવે જ્ઞાન અને આત્મા એકનો એક છે. જ્યાં જ્ઞાન ત્યાં આત્મા હોય ને અતીન્દ્રિય જ્ઞાન ત્યાં આત્મા હોય અને જ્યાં આત્મા હોય ત્યાં અતીન્દ્રિય જ્ઞાન પણ હોય.