________________
[૧૦] અગોચર - અતીન્દ્રિયગમ્ય
૨૦૭
પ્રશ્નકર્તા: એ બેમાં ફેર કેવી રીતે પડે? આ ઈન્દ્રિયથી જાણ્યું અને આ અતીન્દ્રિયથી જાણ્યું એમ આમ અનુભવથી ખબર કેવી રીતે પડે?
દાદાશ્રીઈન્દ્રિયથી જે જાણેલું હોયને, તેનેય અતીન્દ્રિય જ્ઞાન જાણે. એટલે આ આખા ચંદુભાઈ જ જ્ઞેય છે. ચંદુભાઈ શું કરે છે એને જાણે એ અતીન્દ્રિય જ્ઞાન કહેવાય. એટલે આપણું જ્ઞાન શું કહે છે કે તમે શુદ્ધાત્મા, આ ચંદુભાઈ શું કરે છે એને જોયા કરવાનું તમારે.
પ્રશ્નકર્તા ઃ હું એ જ કહેવા માગું છું કે ચંદુભાઈ આખો દહાડો શું કરે છે, એ જોઈએ તો..
દાદાશ્રી : એવું ના ચાલે, ચંદુભાઈને કંઈ લેવાદેવા નહીં. તમે શુદ્ધાત્મા થઈને ચંદુભાઈ શું કરે છે એ જોવાનું.
ખરા-ખોટાને જોવું-જાણવું એ અતીન્દ્રિય જ્ઞાન પ્રશ્નકર્તા: દાદા, મેં આ જ્ઞાન લીધું છે તો હવે આ ચંદુભાઈ શું કરે છે તે હું ચંદુભાઈને શેય તરીકે જાણ્યા કરું, જોયા કરું સતત, તે શુદ્ધ ઉપયોગ કહેવાય ?
દાદાશ્રી : બસ, તો છૂટું જ છે. પછી ચંદુભાઈ ગમે તે કરતા હોયને પણ જો જોતો હોય ને જાણતો હોય અને ખરા-ખોટા ભાવ ના કરતો હોય, ફક્ત જાણતો જ હોય તો વાંધો નહીં. છૂટો જ છે.
પ્રશ્નકર્તા: હવે ચંદુભાઈ જે કરે, એ ઈન્દ્રિયથી જે અનુભવે એને અતીન્દ્રિયથી જોવું.
દાદાશ્રી : હા, આ ઈન્દ્રિયોમાં એ મહીં ખાતી વખતે આ એકાકાર થઈ ગયા છે એય આપણે જાણવાનું, બસ. અને આ જ ખાતી વખતે એકાકાર થયા નહીં એય આપણે જાણવાનું.
પ્રશ્નકર્તા : બરોબર છે.
દાદાશ્રી : આ તો વિજ્ઞાન છે. એટલો બધો સરળ માર્ગ છે, જો સમજે તો કંઈ અઘરો છે નહીં.