________________
[૯.૨] રૂપી-અરૂપી
આ ચક્ષુથી દેખાય છે એ તો બધી ભ્રાંતિ છે. ખરું ‘દિવ્યચક્ષુ’થી દેખાય કે આ ભગવાન ને આ ભગવાન નહીં, બે ભાગ જુદા દેખાય. પ્રશ્નકર્તા : રૂપમાત્ર ચક્ષુનો જ વિષય છે ? ચક્ષુએ જ ગ્રાહ્ય કર્યું છે રૂપને ?
૧૯૩
દાદાશ્રી : એવું છે, મૂળ રૂપ, મૂળ સ્વાભાવિક રૂપ છે, એ ચક્ષુગમ્ય નથી. આ વિશેષભાવી રૂપ છે, એ ચક્ષુગમ્ય છે. સ્વાભાવિક રૂપ છે એ વિનાશી નથી અને આ વિશેષભાવી રૂપ છે એ બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ.
પ્રશ્નકર્તા : સ્વાભાવિક રૂપ એટલે સ્વરૂપ ગણવું ?
દાદાશ્રી : હા, સ્વરૂપ વગર તો કોઈ ચીજ જ ના હોય. પોતાનું સ્વરૂપ તો હોય. અરૂપી સ્વરૂપ હોય, રૂપીમાંય સ્વરૂપ હોય.
પ્રકૃતિ રૂપી, આત્મા અરૂપી
પ્રશ્નકર્તા : આત્માનું વિશેષભાવી રૂપ કયું ?
દાદાશ્રી : આત્માનું વિશેષભાવી રૂપ આ જે પ્રકૃતિ સ્વરૂપ છે એ. પ્રશ્નકર્તા ઃ પ્રકૃતિ રૂપી છે ?
દાદાશ્રી : હા, રૂપી બધી. આખી પ્રકૃતિ રૂપી જ છે. મન-વચનકાયા બધુંય રૂપી છે. પુદ્ગલ એટલે રૂપી. અને આત્મા અરૂપી. બેના ગુણધર્મ (એકબીજાને) કશું મળે નહીં. રૂપી બધું નાશવંત, અરૂપી અવિનાશી. રૂપી ફર્યા કરે, અરૂપી ફર્યા ના કરે. રૂપી પૂરણ-ગલનવાળું હોય. એટલે આ આખું રૂપી જ છે, પ્રકૃતિમાત્ર રૂપી છે.
પરમાત્મા અરૂપી છે અને રૂપી પરમાણુઓની અધાતુ સાંકળીએ બંદીવાન થયા છે ! પરમાત્મા પોતે જ ફસાયા. હવે શી રીતે છૂટે ? પોતાના સ્વરૂપનું ભાન થાય ત્યારે છૂટે.
આત્મા : અજ્ઞાતભાવે રૂપી, જ્ઞાતભાવે અરૂપી
સ્વરૂપનું ભાન ન થાય ત્યાં સુધી આત્મા અરૂપી છે ને રૂપીય છે.