________________
[૯.૨] રૂપી-અરૂપી
આત્મા અરૂપી જ છે ને પુદ્ગલ રૂપી છે. તે પુદ્ગલ સાથે મારે લેવાદેવા નથી. એની પછી ભાંજગડ રહી નહીંને ! ગમે એટલું રૂપવાન હોય, ગુલાબના ફૂલ વધારેમાં વધારે, ગમે એવા રૂપાળા હોય તો આપણે શું લેવાદેવા ? પુદ્ગલના ગુણો છે બધા.
૨૦૧
રૂપકતો અંત આવે ત્યારે મૂળ અરૂપીમાં રહે
આ દાદાઈ વિજ્ઞાન અજાયબી, અગિયારમું આશ્ચર્ય કહેવાય ! કોઈ દહાડો દુનિયામાં બની શકેલું નહીં, એવી વસ્તુ બની છે. જુઓને ! ડૉક્ટરે કેટલા ઑપરેશન કર્યા છતાંય એ કેટલા જ્ઞાનમાં રહે છે ! કેટલા ઑપરેશન કરી નાખ્યા, જ્ઞાન લીધા પછી ?
પ્રશ્નકર્તા : ઘણા થયા છે, એને ગણવાનો શું ફાયદો ?
દાદાશ્રી : એ છે તેનોય અંત આવવો જોઈએ, રૂપકનોય. રૂપકનો અંત ન આવે તો મૂળ અરૂપીમાં રહે નહીં.
પ્રશ્નકર્તા : રૂપકનો અંત આવે ત્યારે અરૂપીમાં જવાય ?
દાદાશ્રી : હં, ત્યાં સુધી તો અરૂપીની શ્રદ્ધામાત્ર, પ્રતીતિમાત્ર જ છે. પ્રશ્નકર્તા : રૂપકનો આધાર લઈને તેની પ્રતીતિ થયા કરે.
દાદાશ્રી : એ રૂપકના રૂપી સાથે અરૂપી એ પ્રતીતિમાત્ર છે અને આ રૂપીની બહાર અરૂપી છૂટો ફરે, રૂપી છૂટે ત્યારે છે તે દ્રષ્ટા-જ્ઞાતા સંપૂર્ણ થાય. નહીં તો પ્રતીતિરૂપે જ્ઞાતા-દ્રષ્ટા.
પ્રજ્ઞાને ડખલ રૂપી તત્ત્વતી
પ્રશ્નકર્તા ઃ છ અવિનાશી તત્ત્વો છે, તેમાં એક તત્ત્વ આત્મતત્ત્વ છે. તે સિવાયના પાંચ તત્ત્વો છે, એમાં કયા તત્ત્વ સામે પ્રજ્ઞાને જાગ્રત રાખવાની છે ?
દાદાશ્રી : રૂપી, બીજું કશું નહીં. ડખલ બધી રૂપીની છે. રૂપી તત્ત્વ જ આ ડખલ કરી છે બધી. બીજા કોઈ તત્ત્વની ડખલ છે નહીં, રૂપી તત્ત્વની