________________
૨૦૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
એકાકાર થઈ જાત. ત્યાં અરૂપી જ છે બધું, જે છે એ. રૂપી હંમેશાં શેય હોય. રૂપી પુગલ એકલું જ રૂપી છે, બીજું કોઈ રૂપી નથી. બીજા બધાય અરૂપી છે. એટલે ત્યાં પુદ્ગલ વસ્તુ નથી.
દેવ - દેવગતિ એ બધું રૂપી પ્રશ્નકર્તા : દેવગતિ જે કહે છે તે રૂપી ખરું ?
દાદાશ્રી : એ ત્યાં બધું રૂપી ખરું. બધી ચીજ અહીં જેવી છે ત્યાં. ત્યાં તો બધા ઈન્દ્રિય સુખો છે ને ઈન્દ્રિયો જ છે. એ ઈન્દ્રિયો જ પોતે રૂપી છે ને ! દેવ પોતે જ રૂપી છે ને ! જેમ ચંદુભાઈ તમારે રૂપી છે ને એ તમને શેયરૂપે લાગે છે ને ?
પ્રશ્નકર્તા ઃ હા.
દાદાશ્રી: એટલે સંસાર આખો રૂપીથી જ ભરેલો છે. એકલું સિદ્ધક્ષેત્ર જ એવું છે કે જયાં રૂપી નથી અને બીજું અલોકમાં રૂપી નથી. ત્યાં આકાશ એકલું, બીજું કંઈ નથી.
રૂપીમાં લાવણ્ય અરૂપીને લઈને છતાં આ દુનિયામાં રૂપાળી જેવી કોઈ ચીજ જ નથી હોતી, આત્મા સિવાય. એ પરમાત્મા જેવું રૂપ કોઈનામાં છે જ નહીંને ! આ તો રૂપીનું રૂપ છે પણ અરૂપીનું રૂપ જોયું હોય તો અજાયબીનું હોયને ?
પ્રશ્નકર્તા: દાદા, એ અરૂપીનું રૂપ કેવી રીતે જોવાય ?
દાદાશ્રી : આ રૂપીનું રૂપ એ તો શેડ્યૂલ થયું, પેલું શેડ્યૂલ નહીં. એ રૂપની તો વાત જુદી જ ને ! એ અરૂપીને લઈને આ રૂપી છે ને તેમાં લાવણ્ય દેખાય છે.
પ્રશ્નકર્તા અરૂપીને લીધે લાવણ્ય દેખાય છે ?
દાદાશ્રી : હા, રૂપી તો રૂપી જ દેખાય પણ રૂપી લાવણ્ય ના દેખાય, પણ અરૂપીને લીધે લાવણ્ય દેખાય છે.