________________
૧૯૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
એકલું રૂપી બોલશો તો ખોટો ઠરશે. દેહની અપેક્ષાએ રૂપી છે ને ખરેખર અરૂપી છે. એકનો આગ્રહ કર્યો તો ખોટો ઠરશે. “જ્ઞાન” થાય તો અરૂપી છે.
આ રૂપીની મહીં અરૂપી તરીકે પોતે રહ્યો છે. આત્મા અરૂપી છે, તેણે બહુરૂપીનું રૂપ લીધું છે. બહાર બહુરૂપી ચાલે છે તેને પોતે જાણે કે હું પોતે બહુરૂપી નથી, પણ બહુરૂપીનું રૂપ લીધું છે. લોકો હસે તો પોતેય હસે, એટલે એ પોતાના સ્વરૂપને જ જાણે.
તથી એ ગુણ પણ રૂપીની સામે કહેવો પડે અરૂપી
પ્રશ્નકર્તા: જ્ઞાન પછી આત્મા “અરૂપી” થાય તો મોક્ષે ગયા પછી એ ગુણ તરીકે ગણાય ?
દાદાશ્રી : આ અમૂર્ત, અરૂપી એ ગુણો નથી. આત્માના સ્વાભાવિક ગુણો તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ, અવ્યાબાધ છે. આ બીજું તો વિચારણા કહેવાય. આના આધારે શાસ્ત્રકારો શું કહે છે કે અરૂપી તરીકે ભજશે તો તેનેય (બીજા ચારને) પહોંચી જશે.
આત્માને અરૂપી શા આધારે કહ્યો ? ત્યારે કહે, જડરૂપી છે એટલે આત્મા અરૂપી, નહીં તો એને કંઈ લેવાદેવા નથી. ત્યાં જે સિદ્ધગતિનો આત્મા છે ને, એ અરૂપીય નથી ને રૂપીય નથી, કશુંય નથી. આમાંનો કશો ગુણ જ નથી.
આત્મા શા આધારે અરૂપી ? ત્યારે કહે, આ રૂપી છે, એના જેવો નથી, માટે અરૂપી છે. આ પુદ્ગલ જેવો નથી. આંખે દેખાય એવો, કાને સંભળાય એવો, નાકે સુંધાય એવો નથી. માટે અરૂપી છે. ત્યારે કહે, અરૂપી તો એ એક જ તત્ત્વ નથી. અરૂપી તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ પણ અરૂપી એટલે એમાં કયું અરૂપી આ ? અરૂપી તો પાંચ છે, એક જ રૂપી છે.
આ તો આના આધારે, આ પુદ્ગલ છે માટે આ દેખાય છે. માટે એને અરૂપી કહેવો પડે છે. બાકી એને કશું લેવાદેવા જ નથી.